ધાર્મિક નગરી પાટણમાં (PATAN) બિરાજમાન કાર્તિકેય સ્વામી (KARTIKEYA SWAMI) ભગવાનનું મંદિર એક જ વાર ખુલે છે. ત્યારે કાર્તિક પૂર્ણિમા (KARTIK PURNIMA) નિમિત્તે આજે મંદિરના (TEMPALE) દ્વાર ખુલતા દર્શન કરવા ભકતોનું (DEVOTESS) ઘોડાપૂર ઉમટયું હતું. ત્યારે આ મંદિર આશરે ૨૫૦ વર્ષથી પણ વધુ સમય અને દામોજીરાવ (DAMOJIRAO) વખતનું મંદિર છે.
આ મંદિરના કુલ ૩૬ જેટલા કિલો આવેલા છે. જેના પર થી આ મંદિરનું નામ પડ્યું છે. ગુજરાતમાં કાર્તિકે ભગવાન ના બે એવા મંદિર છે. જે વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે કે સિદ્ધપુર અને બીજું પાટણ ત્યારે આવો આજના દિવસે આ મંદિરનો ઈતિહાસ અમે આપને જણાવી દઇએ.
પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય ભગવાન બંને વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન લઈ સમયમર્યાદામાં પૃથ્વીનું સાત વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશનું વાહન ઉંદર હોવાને કારણે પ્રદક્ષિણા ઝડપી પૂર્ણ કરવું શક્ય ન હોય. તેમને ચતુરાઈ વાપરી તેમને પૃથ્વીના પરિભ્રમણ કરવાને બદલે પોતાના માતા-પિતાના સાત ફેરા ભ્રમણ પૂરું કરતાં તમામે ભગવાન ગણેશજીનાં વખાણ કર્યા હતા.
ભગવાન શિવ ખુશ થઈ ગણેશજીના બે પત્નીઓ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઈ પોતાને શાપ આપ્યો હતો કે મારું મુખ જોશે તે વિધવા થશે. ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજાવતા તેમણે નિર્ણય કર્યો હતો કે મારા મુખને વર્ષની શરૂઆતથી પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરિણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તો તે સૌભાગ્યવતી બનશે. જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે.ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે. મંદિરના દ્નાર ખુલતાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભકતો તેમનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
નૂતન વર્ષ પછી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકે ભગવાન ના દર્શન કરવાની પૂર્ણિમા હોય તેને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. કાર્તિકે પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતિ શ્વર મંદિર માં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે. અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોય. આ મંદિર સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. દર્શનનો લ્હાવો લેવા ઉમટયાં હતાં ને સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભકતોનું ધોડાપુર જોવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.