ગ્રામ પંચાયતની(GRAM PANCHAYAT) ચુંટણીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર આ વખતે ઇવીએમ(EVM) મશીન નહીં થાય ઉપયોગ. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી(ELECTION ) યોજાનાર છે. તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ(ELECTION ) યોજાય તેવા ભણકારા વાગી રહ્યા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા રાજ્યમાં મંત્રીમંડળ થી લઈને રાજ્યના મુખ્યમંત્રી(CM) સુધી ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં ગ્રામ પંચાયતની(GRAM PANCHAYAT) ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં આવ્યાં મોટા સમાચાર..
ચૂંટણીપંચ દ્વારા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ નો ઉપયોગ નહીં થાય તેવો નિર્દેશ કર્યો છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઈવીએમ મશીનની વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું આયોજન..
પંચાયતોની ચૂંટણી માટે ઓક્ટોબરના મધ્યમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ નવેમ્બરમાં ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. ભાજપ આ વખતે નો રિપીટ થિયરી અપનાવશે એટલે કે ગઈ ચૂંટણીમાં ભાજપ સમર્થિત જે સરપંચ હશે. તેને બદલીને નવો ચહેરો મુકવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.