અરે બાપ રે , ભારે લોચો માર્યો,આ કેન્દ્રીય મંત્રી એ તો ભારે કરી શહીદ જવાનને બદલે જીવતા જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીધી.

કોઈ જીવિત વ્યક્તિ ને કોઈ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી જાય તો કેવું લાગે અને તેમાં પણ આ શ્રદ્ધાંજલિ આપવા આવનાર બીજું કોઇને પણ કેન્દ્રિય મંત્રી હોય તો તેને શું સ્થિતિ થાય..

આવી સ્થિતિ જમ્મુ કશ્મીર માં ફરજ બજાવતા રવિકુમાર કટ્ટીમનીના પરિવારજનોની ત્યારે થઈ જયારે કેન્દ્રીય મંત્રી નારાયણ સ્વામી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ધરે પહોંચ્યા.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન નારાયણ સ્વામી એક શહીદ જવાન ને ત્યાં જવાને બદલે જીવતા જવાન ને ત્યાં પહોંચી ગયા. અને તેને શ્રદ્ધાંજલિ ફક્ત એટલું જ નહીં તેમણે તેના કુટુંબીજનોને સરકારી નોકરીને જમીન આપવાની પણ જાહેરાત કરી દીધી.

નારાયણ સ્વામીને ભૂલ સમજાતા તેમણે પરિસ્થિતિ સંભાળી લીધી. તેમણે જીવિત લશ્કરી જવાનની પ્રશંસા કરી અને તેના કુટુબીજનોને સન્માનિત કર્યા. જો કે પછી તેઓ શહીદ જવાન બસવરાજ હિરેમથના ઘરે ન ગયા. શહીદ જવાનની માતાએ પણ કેન્દ્રીય જવાન તેમના ઘરે ન આવ્યા તેનો અફસોસ વ્યક્ત કર્યો. નારાયણ સ્વામીએ પણ આ રીતે ખોટી માહિતી આપવા બદલ સ્થાનિક નેતાગીરી સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.