ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી તરીકે આ દિગ્ગજ યુવા નેતાની પસંદગી નો તખ્તો તૈયાર… જાણો શું મૂકી શરત. ?

ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવનું અકાળે નિધનને લીધે હાલ ગુજરાત કોંગ્રેસ પ્રભારીનું પદ ખાલી પડ્યું છે. આ હોદો હવે રાજેસ્થાનનાં પૂવઁ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ બની શકે છે.

રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક નિર્ણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે.

પોતાના જૂથના MLA મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.

https://www.youtube.com/watch?v=KhUvu_CXf3g

જયપુરંમાં ગઈકાલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અજય માકન અને કે સી વેણુગોપાલ સાથે પાયલોટની બેઠક થઈ હતી. આ બેઠકમાં પાયલોટે પહેલાં પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને યોગ્ય હોદ્દા આપવાની માગણી કરી હતી. પાયલોટે પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને રાજસ્થાન સરકાર અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્દ હોદ્દા પર નિમણૂક કરીને તેમની સાથે ન્યાય કરવાની માગણી કરી હતી. પોતાના જૂથના લોકોને યોગ્ય હોદ્દા મળ્યા બાદ હાઈકમાન્ડ જે કામગીરી સોંપે તે કરવા પાયલોટે તૈયારી બતાવી હતી. તેના ભાગરૂપે તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવાશે.

અગાઉ સચિન પાયલોટ ગુજરાતના પ્રભારી બનવા અંગે ઇન્કાર કરી ચૂક્યા છે. સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. આ અંગે આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા નિર્ણય લેવાયો છે. ગઈકાલે કોંગ્રેસના બે દિગ્ગજનેતા અજય માકન અને કે સી વેણુગોપાલ સાથે પાયલોટની બેઠક મળી હતી.બેઠકમાં પાયલોટે પહેલા પોતાના જૂથના લોકોને સેટ કરવાની માગણી કરી હતી.

https://www.youtube.com/watch?v=BGzW3dLdNtQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.