રાજકોટના પોલીસ કમિશ્નરનો ચાર્જ છોડતા પહેલા મનોજ અગ્રવાલે મુક્યો આવો વીડિયો બન્યો ચર્ચાસ્પદ

રાજકોટ પોલીસ કમિશ્નરે પોતાના ઘરેથી ચાર્જ છોડ્યો છે. JCP ખુરશીદ અહેમદને રાજકોટ પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. અને જૂનાગઢ તાલીમ ભવન કેન્દ્રમાં હાજર નહિ થતા અવઢવ છે. બદલીના ઓર્ડર બાદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો.

રાજકોટની કથિત કટકીકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી હતી. અને SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી હતી. રાજકોટમાં પોલીસ કમિશનર ઈન્ચાર્જ તરીકે ખુર્શીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ એસ.બી.સાખરા તેમજ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.અને IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.