કુંડલાના આ ગામમાં વાવાઝોડા ની સહાય મળશે.,એવું કહી મહિલા ઉપર બળાત્કાર…

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે વાવાઝોડાએ ભયંકર તારાજી સર્જી હતી.ત્યારે વાવાઝોડામાં થયેલી  નુકસાનની સહાય મળી જશે, એવું કંઈક ગામની એક મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે ચડતા સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચર્ચા જાગી છે.

https://www.youtube.com/watch?v=DL7Ly74awvY

આ બનાવ અંગે પોલીસે નોંધાયેલી વિગત અનુસાર થોરડી ગામે પીડિતા પોતાના ઘરમાં ગત રાત્રીના એકલા હતા. ત્યારે આઠ વાગે આજુબાજુ ગામના પ્રફુલભાઈ લાભુભાઈ વેકરીયા તેણીના ઘરમાં પ્રવેશ કરી અને તેણીના મકાનને વાવાઝોડામાં થયેલ નુકશાન માટેની સહાય મળી જશે. તેમ કહી તેની સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યાં હતા. અને ગાળો આપી ઈજા કરતા આ મહિલાને અમરેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે તે રીતે પ્રફુલભાઈ લાભુભાઈ વેકરીયા જેવો ભાજપના પૂર્વ ધારાસભ્ય એવા વઘાસીયા ના ખાસ માણસ ગણવામાં આવી રહ્યા છે. મહિલા ઇજાગ્રસ્ત થયા બાદ તેણે આરોપી પ્રફુલ વેકરીયા સામે ફરિયાદ નોંધાવતા સાવરકુંડલાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચૌધરીએ ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=3ZBLGeVfeAk

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.