વિશ્વભરમાં એવા ઘણા ગામો હશે.જે તેની અમુક ચોક્કસ કારણોસર ખૂબ જ પ્રખ્યાત છે. તો કેટલાક ગામો તેની સ્વચ્છતા માટે પ્રખ્યાત થશે. તો કેટલાક ગામો તો તેની સુંદરતા માટે જાણીતા હશે. પરંતુ આજે આપણે આવા કેટલાક ગામો વિશે જાણીશું જે સુંદરતાની સાથે સાથે વિચિત્ર કારણો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા છે.
સ્પેનના જુજકાર નામનું એક ગામ છે. જે સંપૂર્ણપણે વાદળી છે.એટલે કે અહીં દરેક ઘર વાદળી રંગના જોવા મળે છે. એવું કહેવાય છે કે. વર્ષ ૨૦૧૧ માં કેટલાક લોકોએ અહીં 3D ફિલ્મ બનાવવા માટે તેના ધરો ને વાદળી રંગથી રંગાવ્યાં હતા. આ પછી ધીરે ધીરે ગામના તમામ લોકોએ તેમના ઘરોને વાદળી બનાવી દીધા. એટલે કે અહીં સંપૂર્ણ ઘર વાદળી રંગનું જ જોવા મળે છે.
સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં રસોડું સંભાળવાની જવાબદારી મહિલાઓની હોય છે.એટલે કે ઘરની રસોઈ બનાવવાની જવાબદારી મહિલાની હોય છે.પરંતુ ભારતનું એક એવું ગામ છે. જ્યાં સેંકડો વર્ષથી માત્ર પુરુષો જ રસોડું સંભાળે છે, કલાયુર નામનું આ ગામ પોંડિચેરી થી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે. જેને લોકો “વિલેજ ઓફ કૂકસ”તરીકે પણ ઓળખે છે. અહીં માત્ર પુરુષો જ રસોઈ બનાવે છે.
નેપાળનું એક ગામ જેનું નામ હોકસે છે. તેને લોકો “એક કિડનીવાળુ ગામ” તરીખે ઓળખાય છે. અહીં લગભગ દરેક વ્યક્તિ માત્ર એક કિડનીની મદદથી જીવે છે. લોકોએ તેમની એક કિડની કાઢીને વેચી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.