હવે ભારતમાં સૌથી મોટો લેધર પાકઁ બનવા જઈ રહ્યો છે. જેવરમાં બની નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક જિલ્લા એક ઉત્પાદન યોજના અંતર્ગત ચામડા પાકઁ વિકસિત કરવામાં આવશે. જેમાં બૂટ, ચપ્પલ, લેધરથી બનતી ફેશનની વસ્તુઓનું ઉત્પાદન થશે.
આ લગભગ ૧૦૦ એેકર જમીનમાં વિકસિત થતાં આ પાકઁ દ્નારા ૪૦૦૦ કરોડનું રોકાણ આવશે અને સાથે લગભગ ૫૦ હજાર લોકોને નોકરી મળતી થશે. CLE નોથૅ રિજનલ પ્રેસિડેન્ટ મોતીલાલ સેઠીનાં નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે બુધવારે યમુના ઓથોરિટીનાં CEO ડો. અરુણવીર સિંહને મળ્યા.
તેમણે યમુના ઓથોરિટી વિસ્તારમાં લેધર પાકઁ વિકસાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે ઓથોરિટીનાં સીઈઓ એ ૧૦૦ એકર જમીન આપવા સંમતિ આપી છે. સાથે જણાવ્યું હતું કે, નોઈડા વાષિઁક નિકાસમાં ૧૦૦૦ કરોડથી વધુનું યોગદાન આપે છે.
જેથી બે થી ત્રણ હજાર કરોડ રૂપિયાની વાષિઁક નિકાસ તરફ દોરી જશે અને રાજયમાં આશરે ૫૦,૦૦૦ લોકોને રોજગારી મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.