આજકાલ માણસોને સોશિયલ મીડિયાનું એટલું ઘેલું લાગ્યું છે કે લોકો જોયા જાણ્યા વગર કઇપણ અપલોડ કરે છે. સોશિયલ મીડિયાનો જેટલા ફાયદા છે એના કરતા પણ તેના નુકસાન વધારે છે. હાલ ગુજરાતના સુરતની એક એવી ઘટના સામે આવી છે જે ચોંકાવનારી છે. અને સુરતમાં યુવકે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. જે બાદ બન્ને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. પરંતુ બાદમાં યુવકે તેનો જ ફોટો મોર્ફ કરી અશ્લીલ ફોટા મોકલ્યા હતા.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારની ઘટના સામે આવી છે, આ ઘટનામાં યુવકે યુવતીને ફોટા મોકલી બીભસ્ત કોમેન્ટ કરી બદનામ કરવાની ઘમકી આપી હતી. આરોપીએ ફેક ઇન્સ્ટા આઇડી પર મોર્ફ ફોટો અપલોડ કર્યા હતા. તેમજ યુવતીને મોર્ફ કરેલા અશ્લીલ ફોટા મોકલ્યા હતા. અને આ સમગ્ર મામલે યુવતીએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે યુવતીને અશ્લીલ ફોટા મોકલ્યા બાદ તેણે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.અને જે બાદ પોલીસે રાજસ્થાની યુવકની ધકપકડ કરી હતી. જોકે, હવે પોલીસે આરોપી સિદ્ધાર્થ શર્માની આ મામલે વધુ પૂછપરછ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.