ઠકકરનગર વિસ્તારમાં આવેલી ગુજરાતી શાળા વિવાદમાં સપડાઈ છે. ગત 26 જાન્યુઆરીએ શાળામાં નિબંધસ્પર્ધા યોજી બાળકોને ટ્રોફી વહેંચવાની તસવીરો વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વધુ એક શાળાએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
ગત 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ઠકકરનગર વિસ્તારની ગુજરાતી શાળા નંબર 1 અને 2માં નાના બાળકોની નિબંધ સ્પર્ધા યોજી હતી. અને નિબંધસ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર શાળાના બાળકોને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી.
જેના ફોટો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં આ તસવીર સમાચારપત્રમાં પણ પ્રકાશિત થઈ છે.
સરકાર દ્વારા ધોરણ 1થી 8ની શાળાઓ શરૂ કરવાનો કોઈ આદેશ કર્યો નથી. અને આપણે પણ એ ભૂલવું ન જોઈએ કે કોરોના હજુ ગયો નથી. અમે તમામ શાળાના આચાર્યોને કડક સૂચના આપી છે કે, કોઈપણ બાળકોને શાળાએ બોલાવવા નહિ. અમદાવાદ સ્કૂલ બોર્ડની બાળકોને શાળાએ નહિ બોલાવાની કડક સૂચના છતાં આ શાળાએ બાળકોને શાળાએ બોલાવ્યા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે શાળાના આચાર્યને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.