થોડાક મહિનામાં જ ધોનીનાં ભવિષ્ય પર આવી જશે ફેંસલો, ગાંગુલીએ આપી દીધા મહત્વનાં સંકેત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીનાં ભવિષ્ય પર નિર્ણય કરવા માટે પર્યાપ્ત સમય છે. ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે ધોનીનાં ભવિષ્ય પર કેટલાક મહિનામાં ચીજો સ્પષ્ટ થઈ જશે. ભારતનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતુ કે આઈપીએલ 2020થી ધોનીનાં ભવિષ્યને લઇને સ્પષ્ટ તસવીરની જાણ થઈ જશે.

આ વિશે જ્યારે સૌરવ ગાંગુલીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે જોઇશું કે શું થાય છે. તમામ થોડાક સ્પષ્ટ છે, પરંતુ કેટલીક વાતો પર સાર્વજનિક રીતે ચર્ચા ના કરી શકે. અત્યારે પર્યાપ્ત સમય છે. નિશ્ચિત રીતે કેટલાક મહિનાઓમાં તસવીર સ્પષ્ટ થઈ જશે.” ધોની ભારતની વિશ્વ કપ સેમિફાઇનલમાં હાર બાદ કોઈ પણ મેચમાં રમ્યો નહોતો.

38 વર્ષનાં ધોનીનાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાને લઇને છેલ્લા ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે. તેના પુનરાગમન પર ટીમનાં કોચ રવિ શાત્રી હજુ વધારે રાહ જોવાની વાત કહે છે, તો ક્યારેક મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ કહે છે કે તેઓ ધોનીથી આગળનું વિચારી રહ્યા છે. ધોની પાસે આ લાંબા આરામ પર જવાબ માંગવામાં આવ્યો હતો, તો તેમણે કહ્યું કે આના પર તેમને જાન્યુઆરી સુધી કંઇ ના પુછો.

ટીમ ઇન્ડિયાને પોતાની કેપ્ટનશિપમાં ટી-20 વર્લ્ડ કપ 2007 અને વન ડે વર્લ્ડ કપ 2011 અપાવનારો ધોની જુલાઈ બાદથી કોઈ મેચ નથી રમ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.