થોડાક સમયમાં રસી ખુલ્લા બજારોમાં મળશે,કંપનીઓએ રસીની કિંમતને લઈને મોટી જાહેરાત નથી કરી

ભારતના રસીકરણમાં જલ્દી ફેરફાર થવાનો છે. થોડાક સમયમાં રસીખુલ્લા બજારોમાં મળશે. કહેવામાં આવી રહ્યુ છે કે મોટાભાગે રસીની કિંમત 700થી લઈને 1 હજાર સુધીના પ્રતિ ડોઝ સુધી હોઈ શકે છે. હાલમાં સરકારને રસી 250 પ્રતિ ડોઝના દરે મળી રહી છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી રસીની કિંમત 700 રુપિયાથી લઈને 1000 રુપિયા સુધી પ્રતિ ડોઝ મળી શકે છે. અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર અખબાર સાથેની વાતચીત દરમિયાન સીરમ ઈન્સ્ટીટ્યૂટ સીઈઓ અદાર પૂનાવાલાએ પહેલા કહ્યુ હતુ કે કોવિશીલ્ડની કિંમત એક હજાર રુપિયા પ્રતિ ડોઝ હોઈ શકે છે.

કહેવામાં આવી રહ્યુ છે કે આ એ વાત પર નિર્ભર રહેશે કે તે ખાનગી બજારોમાં કેટલી રસી વેચી શકે છે. આ ઉપરાંત નિકાસને લઈને વિચાર અને સપ્લાય ચેનના મુદ્દો પણ રસીની કિંમત નક્કિ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ ઉપરાંત કંપનીઓ રાજ્યોને રસીની કિંમતના સંબંધમાં મળનારા આદેશને લઈને કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.