સુરત મહાનગર પાલિકા દ્વારા શહેર 24 કલાક પાણી યોજના અંર્તગત ઘણા વિસ્તારોનાં પાણીના મીટર લગાવ્યા છે. જો કે આ યોજનાનો પાયલટ પ્રોજેકટ ન્યુ કતારગામ ઝોનથી ઓળખાતા વિસ્તારમાં થયો ત્યારથી પાણીના મસમોટા બીલ મુદ્દે વિરોધ થયો જ છે અને ત્યારે જે જે નવા વિસ્તારમાં આ રીતે યોજના લાગુ કરાય છે તેમાં કોઇને કોઇ વિવાદ થઇ રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત ઝોનના પરવટ વિસ્તારમાં 2200થી વધુ મિલકતદારોને ત્યાં પણ હવે પાણી મીટર લાગી ગયા હોય બુધવારે અચાનક જ રૂપિયા 15 હજારથી એક લાખ જેટલું પાણી બીલના મેસેજ આવતા હોબાળો મચી ગયો હતો.
પરવત ગામ વિસ્તારમાં ઇજારદાર એજન્સી પી-દાસ દ્વારા તાજેતરમાં જ પાણી મીટર લગાવ્યા બાદ પ્રથમ વાર બિલ ઈશ્યુ કરવાની પ્રોસિઝર ચાલી રહી છે. જેના અંતર્ગત આજે 2200 મિલકતદારોને મોબાઇલ પર 1 લાખ સુધીના બિલના મેસેજ આવતા મિલકતદારો ચોંકી ઉઠ્યા હતા અને દોડતા થયા હતા. દરમિયાન હોબાળાને પગલે મનપા દ્વારા બીજા મેસેજ કરવામાં આવ્યા હતા કે આ ટેક્નિકલ ભુલથી મેસેજ થયા છે અને ખરેખર બીલ હજુ જનરેટ થયા નથી અને યોગ્ય વેરિફિકેશન કર્યા બાદ બીલ જનરેટ થશે તેથી ચિંતા કરવાની જરૂર નથી.
મિલકતદારોમાં પણ બીલ જનરેટ કંપની સામે અવિશ્વાસની લાગણી ઉભી થઇ છે.કે આ તમામ મિલકતોમાં એક સાથે ભુલ થઇ અને એટલે તુરંત નિરાકરણ આવ્યું પરંતુ જો એકાદ બે મિલકતમાં એજન્સી આવો લોચો મારે ત્યા ન્યાય માટે કેટલા ધક્કા ખાવા પડશે. કેમકે હદ તો ત્યાં થઇ છે કે પરવટ ગામમાં એક પાંચ વર્ષથી બંધ છે તે મિલકતમાં 74 હજારનું બીલ જનરેટ થયાનો મેસેજ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.