થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ હાજર રહ્યા. આ ઉપરાંત બેઠકમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી અને કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં શંકર ચૌધરી અંગે સોશીયલ મીડિયામાં ચાલતા મેસેજને લઇને અપીલ કરવામાં આવી. ત્યારે આ મામલે શંકર ચૌધરીએ જણાવ્યુ હતુ કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજ પર કોઈએ ધ્યાન આપવું નહી. પાર્ટીએ મને ઘણું આપ્યુ છે. જેથી ભાજપના ઉમેદવાર જીવરામભાઈ પટેલને મોટી લીડથી જીતાડવાનું આહવાન કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.