થરાદ પેટાચૂંટણીમાં મત આપ્યા બાદ સાંસદ પરબત પટેલે જાણો શું કહ્યું

ગુજરાતની વિધાનસભાની છ બેઠક પર 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. નેતાઓ અને સાંસદો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. થરાદ બેઠક પર દબદબો ધરાવતા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ તેમના ગામ ભાદરમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન બાદ તેમને મીડિયા સાથે વાતચીત કરતા ભાજપના ઉમેદવારની જીવરાજ પટેલની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સાંસદ પરબત પટેલે મત આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે સવારના આઠ વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. હું પણ મારા ભાદર ગામમાં મત આપવા માટે આવ્યો છું. બુથ પર લોકોની જે લાઈન લાગી છે, લોકોમાં જે ઉત્સાહ છે અને સમગ્ર વિસ્તારમાં આજે મેં જોયું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીની અધ્યક્ષતામાં જે પેટા ચૂંટણી યોજાઈ છે, તેમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જે પ્રેમ આપ્યો છે. આ પ્રેમના કારણે જ જનતા અમારા સ્થાનિક ઉમેદવાર જીવરાજ પટેલને જંગી વોટથી જીતાડશે. અત્યાર સુધીમાં ક્યારેય લીડ ન મળી હોય તેટલી લીડથી જીતાડશે. આમ કોઈ શંકાને સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે, થરાદ વિધાનસભાની બેઠક ભાજપ માટે પરંપરાગત બેઠક રહી છે. થરાદની બેઠક પર છેલ્લા 20 વર્ષથી ભાજપનો દબદબો છે. આ બેઠક પરથી ગુજરાતી ચૌધરી પટેલ, મારવાડી ચૌધરી પટેલ મુખ્ય મતદાતાઓ આ બેઠક પર છે. આ બેઠક પરથી પરબત પટેલ ગત ચૂંટણીમાં 38.34% મત મળ્યા હતા અને કોંગ્રેસને ઉમેદવારને માત્ર 32% મત મળ્યા હતા. એટલે આ વિસ્તારમાં મતદાતાઓનો મિજાજ ભજપ તરફી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.