રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. વાહન ચાલકની નાની એવી બેદરકારી પણ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યારે સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં એક અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે વાહન વચ્ચે નહીં પણ એક કારનો ઝાડની સાથે અથડાતા અકસ્માત થયો હતો. અને આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.
અકસ્માતના બનાવ ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટનામાં જે ત્રણ લોકોના મોત થયા છે તે તમામ લોકો ચીખલીના રહેવાસી છે.
વિગત અનુસાર, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આંગલધરા ગામ આવેલુ છે. આ ગામ નજીક એક વૃક્ષની સાથે એક અર્ટીગા કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. બંને કાર વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર 5 લોકોમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિમાં નીલેશ પટેલ અને પરિમલ પટેલનો સમાવેશ થાય છે. આ બંને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તો લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે અકસ્માત અને મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃત્યુ પામનાર એક યુવકનું નામ પીનલ આહિર હતું અને તે ફડવેલ ગામ ચીખલીનો રહેવાસી હતો. મૃત્યુ પામનાર બીજા વ્યક્તિનું નામ યોગેશ પટેલ હતું અને તે કંબાયો ગામ ચીખલીનો રહેવાસી હતો અને ત્રીજા વ્યક્તિનું નામ નીલકમલ પટેલ હતું અને તે પણ કંબાયો ગામનો રહેવાસી હતો.
આ ઘટનાને લઇને નીલેશ પટેલ નામના ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું કે, અમે વાંસદાના ભીનાર ગામમાં એક મિત્રના લગ્નમાં ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા. તે સમયે રાત્રે 1 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. ઘટના સમયે કાર નીલકમલ ચલાવી રહ્યો હતો. કાર ધડાકાભેર અથડાયા પછી મેં મારા મિત્રોને લોહી લુહાણ જોયા હતા. પછી શું થયું તે મને કંઈ ખબર જ પડી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.