ભરૂચમાં ટેન્કર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થતાં ત્રણનાં મોત થયા.

ભરૂચ-દહેજ રોડ પર આમદરા ગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે એક મોટરસાઈકલને અડફેટે લેતાં ત્રણ જણાનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ટેન્કર રોડ સાઈડ પલટી મારતાં બાઈક ચાલક દબાઈ ગયો હતો જેના કારણે તે મોતને ભેટ્યો હતો.

ભરૂચ-દહેજ રોડ પર ભારેખમ વાહનો મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે. આ રોડ પર સોમવારે સવારે પુરપાટ ઝડપે દહેજ તરફ એક કેમિકલ ટેન્કર પસાર થતું હતું. આ કેમિકલ ટેન્કરે આમદરા ગામ પાસે પસાર થતા રોડ પર એક મોટરસાઈકલને અડફેટે લીઘી હતી. રોડ સાઈડ મોટરસાઈકલ ફંગોળાયા બાદ કાબુ ગુમાવેલું ટેન્કર પણ પલટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં મોટરસાઈકલ અને ટેન્કરના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અને મોતને ભેટેલા બાઇકચાલક પ્રવીણકુમાર ચંદેશ્વર મંડલ, નંદુબેન કાલીદાસ વસાવા તેમજ ટેન્કરચાલક જિતેન્દ્રસિંહ સુરેન્દ્રકુમાર સિંગનું મોત થયું હતું. જ્યારે રોડની સાઈડે ઊભેલા આમદરાના દિલીપ વસાવાને ટક્કર વાગતાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે. અને સમગ્ર ઘટના બાદ ઘટના સ્થળે ભરૂચ પોલીસે પહોંચી મૃતકોનો પોસ્ટમોર્ટમ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.