કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શશી થરૂરે મોબ લિંચિંગ મુદ્દે PM મોદીને પત્ર લખાનર હસ્તીઓ વિરૂદ્ધ FIR નોંધવા અંગે ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. થરૂરે જણાવ્યું કે PM મોદીને જનતાનો પક્ષ રાખવનો પણ આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે તમારી ‘મન કી બાત’ ક્યાંક નાગરિકો માટે ‘મૌન કી બાત’ ન બની જાય.
શશી થરૂર પત્રમાં જણાવ્યું કે મોબ લિંચિંગ અંગે એક સ્ટેન્ડ લો. PM લોકોની અભિવ્યક્તિ સ્વતંત્રતાને જાળવી રાખવા પ્રતિબદ્ધ બને. મોબ લિન્ચિંગ પછી સાંપ્રદાયિક નફરતથી કરવામાં આવ્યું હોય કે અપહરણની અફવાહથી. આ એક એવી બીમારી બની ગઈ છે, જે ઝડપથી ફેલાઈ રહી છે. આ (49) લોકોએ તેને તમારી જાણમાં લાવવાનું યોગ્ય કામ કર્યું છે. તેમણે વધુ કહ્યું હતું કે એક ભારતીય તરીકે અમે આશા રાખીએ છીએ કે અમારામાંથી દરેક ડર્યા વગર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાને પ્રકાશમાં લાવી શકે, જેથી તમે તેને સંબોધિત કરી શકો. અમને તમારી પર વિશ્વાસ છે કે તમે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સમર્થન કરશો. જેથી ભારતના નાગરિકોની મન કી બાત મૌન કી બાતમાં ન બદલાઈ જાય.
થરૂરે કહ્યું તમારા વિરોધીઓને દુશ્મન ન માનો
શશીએ PMને પૂછ્યું કે શું નવા ભારતમાં દરેક વખતે નાગરિક કે સરકારની નીતીઓની ટીકા કરવા પર FIR નોંધાવવામાં આવશે ? શું નવા ભારતને તમે એવું બનાવવા માંગો છો કે દેશના લોકોને સાંભળવામાં ન આવે, તેમની મુશ્કેલીઓને સાંભળવામાં ન આવે ? શું નવું ભારત એવું છે, જેમાં તમારી સાથે મતભેદ રાખનાર તમામ વિરોધી પાર્ટીઓને દેશનો દુશ્મન માનવામાં આવે. નવું ભારત શું એવું હશે, જ્યાં પત્રકારોને શાસનની નિષ્ફળતાને બહાર લાવવા બદલ ધરપકડ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.