આમ આદમીને મોટી રાહત મળવાની છે. કેન્દ્રની મોદી સરકારે આજે બુધવાર પામ ઓયલ મિશન યોજના ની મંજૂરી આપી દીધી છે. સરકારે દેશમાં ખાદ્યતેલ નો જથ્થો વધારવા માટે ૧૧,૦૪૦ કરોડ રૂપિયાના પામ ઓયલ મિશનને મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે પામ ઓયલ એક રીતે ખાવાનું તેલ છે. જે તાડ ના ઝાડ ના બિયારણ માંથી નીકળે છે. તેનો ઉપયોગ રેસ્ટોરેન્ટ હોટલ રૂમમાં અન્ય ખાદ્ય તેલ તરીકે વપરાય છે.
https://www.facebook.com/AsmitaNews/videos/369694254697062
ખાદ્યતેલોમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર બુધવારે એક નવી યોજના જાહેરાત કરી છે.- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ- ઓઈલ પામ. આ મિશન ભારતની નિર્ભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામ તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવાનું છે.અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. સાથે જ તેલ ઉદ્યોગોને પણ ફાયદો થશે. તમને જણાવી દઈએ કે સરકારે પામ ઓયલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે ૦૫ કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
જો બજારમાં વધઘટ થાય અને ખેડૂતના પાકના ભાવ ઘટે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને DBT મારફતે તફાવતની રકમ ચૂકવવામાં આવશે.જે રકમ અગાઉ આપવામાં આવી હતી તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. લોકોને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે સક્ષમ બનાવવા માટે, ઉદ્યોગને 5 કરોડ રૂપિયા પણ મળવા જોઈએ. ને સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સ્થાનિક તેલની માંગને પહોંચી વળવા મોટે ભાગે આયાત પર આધાર રાખે છે. દેશમાં વાર્ષિક 24 મિલિયન ટન ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. બાકીની આયાત વિશ્વમાંથી માંગને પહોંચી વળવા માટે કરે છે. ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામતેલની આયાત કરે છે, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાંથી સોયા તેલ અને સૂર્યમુખી તેલ મુખ્યત્વે રશિયા અને યુક્રેનથી. કુલ આયાતમાં પામતેલનો હિસ્સો લગભગ 55 ટકા છે.
https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1064122000998760
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.