ટીકૈતે ફરી દિલ્હી કૂચ કરવાની આપી ધમકી ,ટીકૈતે ખેડૂતોને તૈયાર રહેવા કરી હાંકલ

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે બુધવારે યુપીના બલિયામાં એક મહાપંચાયતને સંબોધિત કરી હતી. તેમણે આ મહાપંચાયતમાં કહ્યું કે આંદોલન ખેડૂતોના આત્મસન્માનનું પ્રતિક છે અને તે તેમણે ચેતવણી આપતા કહ્યું કે ખેડૂતો પરાજિત થઈ જશે તો શ્રમિકો અને નવયુવાનો પણ હારી જશે.

રાકેશ ટીકૈતે ફરી દિલ્હી કૂચના આહવાહન સાથે કહ્યું કે એક ગામ, એક ટ્રેક્ટર અને 15 માણસના ફોર્મ્યુલા સાથે 10 દિવસની તૈયારી કરી લો. ગમે ત્યારે દિલ્હી કૂચ કરવા માટે કહેવામાં આવી શકે છે. ભારતના ખેડૂત આંદોલનની ગૂંજ આખી દુનિયામાં થઈ રહી છે અને બિહારમાં પણ આંદોલનને ધાર આપવાની છે. પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે ચર્ચા કરશે અને તે બાદ ભાજપને હરાવવા માટે અપીલ કરશે.

 કહ્યું કે કેન્દ્ર સરકાર હવે નવો કાયદો લાવવાની તૈયારીમાં છે જેમાં એવું હશે કે જૉ બીજી કંપનીના બીજ લગાવ્યા તો સજા મળશે. ખેડૂતોએ આગળ આવવું પડશે. જાગવું પડશે. જો જમીન ન બચાવી તો ભૂખ્યા રહી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.