અમદાવાદ જિલ્લા પંચાયતામાં ૩૪ પૈકી વર્ષ ૨૦૧૫માં ભાજપના ૧૬ સભ્યો ચૂંટાયા હતા. તેમાંથી આ વખતે ૧૨ની ટિકિટ કાપી લેવાઈ છે. જ્યારે પાછળથી કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા સાતેય સભ્યોને ભાજપે ઉમેદવાર ન બનાવતા આ તમામે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.
ટિકિટ કાપતા ભાજપના ૧૨ પૂર્વ સદસ્યોએ પણ અપક્ષમાં ઉમેદવારી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આ વખતે આદિજાતી- ST સભ્ય માટે અનામત છે. જિલ્લામાં એક માત્ર શાહપુર બેઠક જ ST મહિલા રિર્ઝવ છે.
અગાઉ ભાજપ આ બેઠક ઉપરાંત સામાન્ય બેઠક પરથી પણ ST ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવાનુ હતુ. હવે આ એક જ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યો છે, સામે પક્ષે કોંગ્રેસે પણ આ એક જ બેઠકથી ST ઉમેદવાર ઉતારશે.
સાણંદ તાલુકા પંચાયતમાં સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ અંદરો અંદર નક્કી કરીને પોતાના ટેકેદારોને જ ભાજપની ટિકિટ અપાવ્યાનો કકળાટ શરૂ થયો છે. અગાઉ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પણ આ જ રીતે ભાજપમાં પોતાની વારસાઈ લખાવી ચૂક્યા છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.