તીડનો ખાત્મો કરવા એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટના વિમાનોનો ઉપયોગ કરાશે

કોરોનાના કારણે લોકડાઉન અને હવે તીડની સમસ્યાથી દેશના સંખ્યાબંધ રાજ્યો પરેશાન છે ત્યારે કેન્દ્ર સરકારે આ અણધારી સમસ્યાને કાબૂમાં લેવા માટે વિમાનો દ્વારા તીડોના ટોળા પર જંતુનાશક દવા છાંટવાની યોજના બનાવી છે.

કેન્દ્ર રકારના કૃષિ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કૈલાશ ચૌધરીના કહેવા પ્રમાણે તીડોનો ખાત્મો કરવા માટે બ્રિટનથી વિશેષ પ્રકાનરા મશીનો મંગાવાયા છે પણ લોકડાઉનના કારણે તેને આવવામાં સમય થઈ રહ્યો છે.સરકારે તેના માટે પેમેન્ટ પણ કરી દીધુ છે.

તેમણે કહ્યુ હતુ કે, કૃષિ મંત્રાલય ડ્રોનનો પણ ઉપોયગ કરશે.ઉપરાંત એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ સાથે પણ આ માટે મંત્રાલયે કરાર કર્યો છે.તેમના વિમાનોનો પણ જંતુનાશક દવા છાંટવા ઉપયોગ કરાશે.આ સિવાય સરકારે તમામ રાજ્યોને  દવાઓ છાંટવા 800 ટ્રેક્ટર ભાડે લેવાના નિર્દેશ આપ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.