ટાઇગર શ્રોફ અને તારા સુતરિયાની જોડી ફરી રૂપેરી પડદે જોવા મળશે

ટાઇગર શ્રોફની હીરોપંતી ટુની તૈયારી થઇ રહી છે. જેમાં તેની સાથે કામ કરનારી અભિનેત્રી અંગે પણ નિર્ણય લેવાઇ ગયો છે. કહેવાય છે કે, મેકર્સએ તારા સુતરિયાને ફાઇનલ કરી દીધી છે.

તારા સુતરિયા નિર્માતાની આવનારી ફિલ્મનો પણ હિસ્સો છે.જેમાં તે અહાન શેટ્ટી સાથે કામ કરી રહી છે. પ્રોડકહાઉસના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે, સાજિદ સર એ અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મમાં તારાના થોડા દ્રશ્યો જોયા હતા તેમજ તેના શાનદાર પરફોર્મન્સએ તેમનું દિલ જીતી લીધું હતું. તેથી ટાઇગર સાથેની ફિલ્મમાં તેને સાઇન કરી. મેકર્સના અનુસાર આ એક પરફેક્ટ જોડી બનશે.

તારા સુતરિયા અને ટાઇગર બે વરસ પછી ફરી સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે. આ પહેલા આ જોડી સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ટુમાં સાથે કામ કર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.