ગઈકાલે રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય જે.વી કાકડિયાના રાજીનામા બાદ તેમના પત્ની કોકિલાબેન કાકડિયાએ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપો કરતા સનસનાટી મચી છે. એક ખાનગી ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યુ કે, ભરતસિંહ સોલંકીએ અમારો ઉપયોગ કર્યો. તેમણે અમને ભાજપમાં જોડાવા કહ્યું હતું. ભરતસિંહે દિલ્હી જઈને કહ્યું હતુ કે, હું ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાવ છું, આ પ્રકારની વાત બાદ તેમની રાજ્યસભાની ટિકિટ ફાઇનલ થઈ હતી. ભરતસિંહ એ જે વી કાકડિયા ભાજપમાં જોડાવાના છે તે અંગે દિલ્હીમાં તેમણે ફરિયાદ કરી હતી. જેથી કોંગ્રેસ અમને બીજીવાર ટિકિટ ન આપે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારું માન અને લોકોના કામ ન થતા હોવાથી જે.વી. કાકડિયા ભાજપમાં જોડાયા છે. પરંતુ અમે પૈસા માટે ભાજપમાં નથી જોડાયા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજના કોઈ નેતાને રાજ્યસભાની ટીકીટ ન આપી ત્યારબાદ, ભાજપે નરહરી અમીનને રાજ્યસભાના ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે ટીકીટ આપીને ગુગલી ફેંકીને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યોને ક્લીન બોલ્ડ કર્યા છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ પહેલેથી જ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસએ કોઈ પાટીદારને રાજ્યસભામાં નથી મોકલ્યા તેવી રજૂઆત કરીને ટીકીટ ની માંગણી કરી હતી. પરંતુ રાજીનામું આપનાર જે વી કાકડીયાના પત્ની ના ચોકાવનારા ઘટસ્ફોટ બાદ ભરતસિંહ સોલંકીનો ચહેરો ખુલ્લો પડી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.