ભારતમાં બેન થયેલી એપ TikTok ફરી ધર વાપસી કરશે? તો આ વખતે તેનું નામ શું હશે.? જાણો.

તાજેતરમાં ભારતમાં બેન થયેલ એપ એટલે TikTok. જે લોકોને ફની તેમજ શોટૅ વિડીયો દ્નારા મનોરંજન પૂરુ પાડતી એપ હતી. હવે તેની ધર વાપસી થયા એવું લાગી રહ્યું છે એટલે કે હાલ આ એપનું નામ બદલાઈ ગયું હશે. નવા ટ્રેડમાર્ક એપના સંકેત આપવામાં આવી રહ્યાં છે.

એક ન્યુઝ ચેનલ મુજબ ‘TickTock’ની પેરેન્ટ કંપની બાઈટડાન્સએ જુલાઈ 2021ની શરૂઆતમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડ માર્ક્સ પાસે ‘TickTock’ માટે ટ્રેડમાર્ક ફાઈલ કર્યું છે.

જેટલી એપ બેન થઈ હતી તેમાંની કેટલીક એપે તો ધરવાપસી કરી લીધી છે. તેમાની એક એપ એટલે PUBGએ ભારતમાં બેન (પ્રતિબંધિત) કરવામાં આવી હતી. પરંતુ તેને નામ બદલીને BGMI કરી ભારતમાં ફરી વાપસી કરી લીધી છે. કેન્દ્ર સરકારે શરુઆતમાં શેર ચેટ, સહીતની ૫૯ એપને સૂચના પ્રધ્યોગીકરણ અને અધિનિયમ અને આઈટી નિયમ ૨૦૦૮ની ધારા-૬૯ની જોગવાઈ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી હતી.

ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યાનાં મહિના પછી લગભગ એકાદ મહિના પછી પબજીને પણ બ્લોક કરી દીધી હતી. એમાં હાલ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાનાં રૂપમાં વાપસી કરી છે.

TickTock ટ્રેડમાર્ક એપ્લિકેશન 6 જુલાઈ 2021ના રોજ આપવામાં આવી છે. એમાં એની સર્વિસની જાણકારી આપવામાં આવી છે. જો કે એ ઉપરાંત ટિકિટોકની સંભવિત વાપસીને લઇ પુખ્ત જાણકારી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.