ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આવી ફરી વિવાદમાં,વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ….

વિવાદાસ્પદ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને અગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે.

બે મહિના અગાઉ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાઇરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.અને અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો.અને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી.અને જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષે સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.અને ત્યારે આ કેસમાં ખરેખર કીર્તિ પટેલની ધરપકડ થાય છે કે પછી અગાઉના કેસની જેમ સમાધાન થાય છે એ અંગે અટકળો થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.