તિરંગો દેશની શાન છે, મેહબૂબાનું નિવેદન આઘાતજનક

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી પક્ષના વડા મેહબૂબા મુફ્તિએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગા અંગે અતી અપમાનજનક નિવેદન આપ્યું હતું. જેને પગલે હવે ભાજપ બાદ કોંગ્રેસે પણ મેહબૂબા મુફ્તિના આ નિવેદન બદલ ઝાટકણી કાઢી છે. કોંગ્રેસે કહ્યું હતું કે આ અતી ખેદજનક નિવેદન છે, મેહબૂબા મુફ્તિએ ગેરજવાબદારી ભર્યું નિવેદન કરીને તિરંગાનું અપમાન કર્યું છે.

જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા રવિન્દ્ર શર્માએ કહ્યું હતું કે મેહબૂબા મુફ્તિના આ નિવેદનની અમે આકરી ટીકા કરીએ છીએ. લોકોની રાષ્ટ્ર ભાવના સાથે તેઓને ખિલવાડ કરતું નિવેદન આપ્યું છે. તિરંગો આ દેશની શાન છે, અને આઝાદી માટે પોતાનો જીવ કુરબાન કરનારાઓની યાદ અપાવે છે. આ પ્રકારના નિવેદનો આપવાથી તેઓેએ દુર રહેવું જોઇએ.

14 મહિના અટકાયતમાં રહ્યા બાદ મુક્ત થયેલા મેહબૂબા મુફ્તિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીર માટેનો અલગ ધ્વજ ફરકાવવામાં ન આવે ત્યાં સુધી હું તિરંગો હાથમાં નહી ંલઉ કે તેને નહીં ફરકાવું. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને અન્ય સૃથાનિક પક્ષો દ્વારા એક ગઠબંધન કરાયું છે જેને પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લરેશન (પીએજીડી) નામ અપાયું હતું.

આ સંગઠનને ગુપકાર એલાયંસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના વડા તરીકે ફારૂક અબ્દુલ્લાની વરણી કરાઇ છે.જ્યારે મેહબૂબા મુફ્તિને ઉપ પ્રમુખ બનાવાયા છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતંુ કે અમારૂ આ સંગઠન દેશ વિરોધી નથી. આ સંગઠનમાં કાશ્મીરના સૃથાનિક સાત પક્ષોનો સમાવેશ કરાયો છે.

ગુપકાર ગેંગના કાવતરા સફળ નહીં થવા દઇએ : ભાજપ

370ને ફરી લાગુ કરવા માટે જમ્મુ કાશ્મીરના સાત પક્ષોએ ગઠબંધન કર્યું છે તેને લઇને ભાજપે ટીકા કરી હતી. જમ્મુ કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે ગુપકાર ગેંગના કાવતરાને સફળ થવા નહીં દેવાય. તિરંગાની અને દેશની રક્ષા કરવા માટે અમે અમારો જીવ આપવા માટે પણ તૈયાર છીએ.

નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જ્યારે સત્તામાં હોય છે ત્યારે ભારતના વખાણ કરવા લાગે છે અને જ્યારે સત્તામાં નથી હોતા ત્યારે તેમને પાકિસ્તાન અને ચીન યાદ આવવા લાગે છે. મેહબુબા મુફ્તિ પોતાના હાથમાં તિરંગો નહીં પકડે તો શું ફરક પડી જવાનો છે? દેશમાં કરોડો લોકોના હાથમાં તિરંગો છે અને રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.