ગુજરાતના વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટર તંત્રથી કંટાળી પોતે જ ગટરમાં ઉતર્યા અને…

ઘણી ઓછું જોવા મળતું હોય છે, જ્યારે લોકોનો પ્રતિનિધિ તેમના મતવિસ્તારની સમસ્યાનું સમાધાન કરવા માટે પોતાની પાર્ટીના શાસક સામે જ મેદાને પડતો હોય છે અને પોતાના વિસ્તારના લોકો માટે ગટરમાં ઉતરી જાય તેવો નગરસેવક તો ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ વડોદરામાં આવો નજારો જોવા મળ્યો હતો,અને જ્યાં કોર્પોરેટર પોતે તંત્રથી કંટાળીને પોતાના વિસ્તારના લોકોની સુવિધા માટે પોતે ગટરમાં ઉતરી ગયા હતા.

વડોદરામાં ભાજપના એક કોર્પોરેટરને તૂટેલી પાણીની પાઈપલાઈનમાં થયેલું ભંગાણ શોધવા માટે વરસાદી કાંસમાં ઊતરવું પડયું હતું અને ભાજપના કોર્પોરેટર દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, અધિકારીઓ કોઈ કામ કરતા નથી અને અધિકારી કામ ન કરે તો અમારે તો કામ કરવું જ પડે ને.

પાણીની પાઇપલાઇનમાં થયેલું ભંગાણ શોધવા માટે વરસાદી કાંસમાં ઉતરેલા કોર્પોરેટરનું નામ આશિષ જોશી છે. અને તેઓ વડોદરા મહાનગરપાલિકાના 15 નંબરના વોર્ડના કોર્પોરેટર છે. તેમને અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે, અધિકારીઓ કામ નથી કરતા એટલે અમે જનપ્રતિનિધિ છીએ એટલે અમારે તો કામ કરવું જ પડશે.

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલા વરસાદી કાંસ સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.અને ત્યારે આ કાંસમાથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું.

કોર્પોરેટર આશિષ જોશીએ વરસાદી કાંસમાં ઉતરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ કાંસનો ઉપર નો સ્લેબ તૂટી ગયો હતો તેમજ કાંસની અંદર 50 ફુટ અંદર પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.