જમ્મુ શહેરમાં બનેલા રાજ્યના પ્રથમ તિરુપતિ બાલાજી મંદિરના દરવાજા આજથી ભક્તો માટે લેફ્ટનન્ટ ગવર્નરની હાજરીમાં ખોલવામાં આવશે. આ પછી શ્રદ્ધાળુઓ ભગવાન વેંકટેશની પૂજા કરી શકશે. મંદિરમાં કાલે ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.
જમ્મુ શહેરના સિદ્ધદાના ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું તૈયાર કરવામાં આવ્યુ છે જેમાં બુધવારે આંધ્રપ્રદેશના લગભગ 45 વિદ્વાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પૂજા ,સ્થાપના અને અર્ચના કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે થનારા ધાર્મિક કાર્યક્રમ માટે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વેંકટેશ્વરની 8 ફૂટ ઊંચી મૂર્તિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.