આંધ્રપ્રદેશના તિરુપતિ તાલુકાથી 9 કિલોમીટરે તિરુમલા પર્વતપર તિરુપતિ વેંકટેશ્વર મંદિર આવેલું છે. શ્રદ્ધાળુ અહીં પહોંચવા માટે પગપાળા જવાનું વધુ પસંદ કરેછે. તેના બે સોપાનમાર્ગ (પગથિયાનો માર્ગ), જે 6થી 11 કિમી લાંબા છે. તિરુમલા પહોંચી બધા 50 ફૂટ ઊંચા શ્રીવેંકટેશ્વર સ્વામી મહાદ્વ્રાર પર પહોંચે છે. જ્યાંથી આગળના મુખ્ય મંદિરનાઓપન આંગણામાં પ્રવેશ કરે છે. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 8 દ્વાર થઈ પસાર થવું પડે છે. પહેલાં દ્વ્રારથી જેમ જેમ તમે આગળ વધો છો, પછીના દ્વાર નાના અને સાંકડા થતા જાય છે.આ આત્માથી પરમાત્માને મળવાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓના લાઇનમાં રહેવા માટે વૈકુંઠમ ક્યૂ કોમ્પ્લેક્ષ છે, જેમાં કુલ 56 હોલ છે.
6 કલાકે બાલાજીના દર્શન થાય છે
દર્શન માટે દરેક ભક્તે આ તમામ હોલમાંથી પસાર થવું પડે છે. એક હોલમાં આશરે 450 વ્યક્તિને લાઇનમાં રાખવાની ક્ષમતા છે. આવી જ રીતે આશરે 25 હજાર લોકોને લાઇનમાં રખાય છે.દર્શન સવારે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 21 કલાક ખુલ્લુ હોય છે. ઓછામાં ઓછા 6 કલાક લાઇનમાં રહ્યા પછી દર્શન થઇ શકે છે. દર કલાકે આશરે 4000 દર્શનાર્થી દેવ પ્રતિમાની સામેથીપસાર થાય છે અને તેમને બહુ મુશ્કેલીથી પ્રતિમાની એક ઝલક જોવા મળે છે. આ વખતે મંદિરની મુખ્ય પુજારી આચાર્ય શેષાદ્રિ કહે છે કે અમે મંદિરના વાસ્તુમાં ફેરફાર કરી શકતા નથી. પ્રાચીનધર્મગ્રંથ અગમ શાસ્ત્ર મંદિરના મુખ્ય ભાગ અને ગર્ભગૃહની સામેના દ્વ્રારને મોટું કરવાની પરવાનગી આપતું નથી. ગર્ભગૃહમાં મુખ્ય પુજારી જ પ્રવેશ કરી શકે છે.
આ પુજારી સંત રામાનુજાચાર્યના વંશજ છે, જેઓ 11મી સદીથી પૂજા કરી રહ્યા છે. રામાનુજાચાર્યે જ બાલાજીના માથા પર નીચેથી ઉપર સીધું તિલક લગાવવાનું નિયમ બનાવ્યું હતું. મંદિરમાંસોનું ચઢાવવાની પરંપરા 7મી સદીમાં પલ્લવ વંશની રાની સમાવઇએ શરૂ કરી હતી. હાલના સમયમાં બેન્કોમાં જમા મંદિરની રોકડ રિઝર્વ પહેલી વખત આ વર્ષે 12 હજાર કરોડથી વધુ થઇગઇ છે. સોનાનું રિઝર્વ પણ 9000 કિલોથી ઉપર થઇ ગયું છે. તેમાં 550 કિલોના અભૂષણો છે. મંદિરની ધર્મશાળાઓમાં 47 હજાર લોકોના રોકાણની વ્યવસ્થા છે. રૂમમાં રહેવાનું એક દિવસનુંભાડું 50 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.