બોલીવુડનો પટૌડી ખાનદાન અવારનવાર કંઇકને કંઇક કારણોસર ચર્ચાઓમાં રહે છે. ક્યારેક સૈફ અલી ખાનની લાડલી દીકરીઓ તો ત્યારેક તેની પત્ની કરીના કપૂર, પરંતુ આ વખતે નવાબ ખુદ ચર્ચામાં આવ્યા છે. જી હા, સૈફ અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યું, જેમાં તેને તેની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાતો કરી. તે સમયે તેને તેની એક્સ વાઈફનું નામ પણ લીધું, તેના કારણે જ તેનું આ ઈન્ટરવ્યું આટલું વાઈરલ થયું.
સૈફ અલી ખાને હાલમાં જ એક ધમાકેદાર ઈન્ટરવ્યું ઈન્ટરવ્યું આપ્યું જેમાં તેને તેની એક્સ વાઈફનો ઉલ્લેખ કર્યો. તેમજ તેના કરિયરની શરૂઆતના સમયની પણ વાતો કરી હતી. એટલું જ નહિ પણ તેને તેના જીવનના અમુક હિસ્સાની ક્રેડીટ તેની એક્સ વાઈફને આપી હતી. જે સાંભળીને બેબોને જલન થઇ શકે છે. જી હા, કેમ કે સૈફ અલી ખાનનાં મોઢે થી અમૃત સિંહના વખાણ કદાચ કરીના કપૂરને સારા ન લાગે.
ઈન્ટરવ્યુંમાં સૈફ અલી ખાને તેના અંગત જીવન પર વાત કરતા કહ્યું કે તેને 20 વર્ષની ઉંમરમાં તેનું ઘર છોડી દીધું હતું અને તે સમયે તેને અમૃતા સિંહ સાથે લગ્ન કાર્ય હતા. તેથી એ સમયે એક અમૃતા સિંહ જ હતી, જેને સૈફને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.