વિશ્વભરમાં હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસ અંગે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી છે. જેમાં આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે નોંધ્યું હતું કે કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે હાથ ધરેલા પ્રયત્નો તો જ સાર્થક થશે જો તમામ નાગરિકો આ અંગે જાગૃત થશે. લોકો અત્યારે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે, સભા-પ્રસંગો આયોજીત ન કરે, મોટી સંખ્યામાં એકઠાં ન થાય તેમજ રાજ્યાં કે રાજ્ય બહાર ક્યાંય ફરવા ન જાય તે જરૂરી છે. સુઓમોટોની વધુ સુનાવણી ૨૭મી માર્ચના રોજ નિયત કરવામાં આવી છે.
હાઇકોર્ટે આજે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોની રજૂઆત સાંભળી નોંધ્યું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે હાથ ધરેલા પ્રયત્નો તો જ સાર્થક થશે જો તમામ નાગરિકો આ અંગે જાગૃત થશે. હાલ લોકો કોઇ પ્રસંગો, સભાઓ ન કરે અને મોટી સંખ્યામાં એકત્ર ન થાય તે જરૂરી છે. સરકાર અને તેના વિવિધ વિભાગોએ પ્રિન્ટ, ડિજીટલ અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કર્યા છે, પરંતુ હજુ પણ પાયાના સ્તરે કામગીરી જરૂરી છે. જ્યાં આ માધ્યમો સંપૂર્ણ રીતે પહોંચી નથી શક્યા તે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પણ સરકાર કોરોના અંગે જાગૃતિ ફેલાવે તે જરૂરી છે.
૩૧મી માર્ચ સુધી ગુજરાતની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરલામાં આવી છે અને તમામ મેળાવડાઓ અને મોટા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. દરેક સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમોને આ પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં આવી છે અને લોકોમાં પણ જાગૃતિ ફેલાવવાની કામગીરી વિવિધ માધ્યમો દ્વારા હાથ ધરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.