તમારા માટે મોદી સરકારનું સૌથી મોટું ફરમાન: દુકાનેથી બિલ લઈ લો, ખિસ્મામાં રૂપિયા આવશે!

લગાતાર ઘટતા ગુડ્સ એન્ટ સર્વિસેજ ટેક્સ (GST) કલેક્શને પહોંચી વળવા માટે સરકારે એક નવો જ પ્લાન બનાવ્યો છે. મોદી સરકાર (GST) વસુલી વધારવા માટે ગ્રાહકોને બિલ પર ઈનામ આપવાની સ્કીમ લાવવાનો વિચાર કરી રહી છે. એક Lottery Scheme શરૂ થવાની પુરી શક્યતા છે. આ સ્કીમ પ્રમાણે એક લક્કી ડ્રો રાખવામાં આવશે અને એમાંથી કોઈને ઈનામ આપશે.

સ્કીમ પ્રમાણે દરરોજ અથવા તો મહિના પ્રમાણે લોટરીનું આયોજન કરવામાં આવશે. તેમા એ બધા જ ગ્રાહકો ભાગ લઈ શકશે કે જેણે વેપારીને GST આપીને બિલની એક કોપી લીધી હોય.

આ બિલને ડેડિકેટેડ પોર્ટલ અથવા ચો એપ પર અપલોડ કરવાનું રહેશે કે જે બનાવવામાં આવશે. આ એપ અથવા પોર્ટલ વેપારીના ફોન નંબર, બિલ નંબર અને જીએસટી નંબરને ઓટો કેપ્ચર કરી લેશે અને એ આધાર પર વિજેતાને પસંદ કરવામાં આવશે. બધી જ આઈડીમાંથી લેવડ દેવડ પ્રમાણે ગ્રાહકો પંસદ કરવામાં આવશે. આ ઈનામ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આપવામાં આવશે.

સરકારનું માનવું છે કે મહિને મહિને આવી લોટરી સ્કીમથી ગ્રાહકોને લોભાવીને GST કલેક્શન વધારવામાં મદદ મળશે. લોટરીમાં ભાગ લેવા માટે બિલની એક ન્યુનતમ સીમા પણ નક્કી કરવામા આવશે. તેમજ આ સ્કીમમાં પાણી અને લાઈટ બિલનો સમાવેશ કરવામાં નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.