તમારે ભરતી માટે પૈસા તો નથી આપવા પડ્યા ને? નિમણૂંક પામેલા ઉમેદવારોને યોગીએ સીધો સવાલ કર્યો

યુપી લોક સેવા આયોગ દ્વારા સિંચાઈ તેમજ જળ સંસાધન વિભાગ માટે 1438 જુનિયર એન્જીનિયરોની પસંદગી કરવામાં આવી છે. જોકે તેમને એપોઈન્ટમેન્ટ લે્ટર આપતી વખતે સીએમ યોગી આદિત્યનાથે પૂછેલા પ્રશ્નો ચર્ચાનો વિષય  બન્યા છે.

આ ઉમેદવારો સાથે યોગીએ સીધી વાતચીત કરીને સવાલ કર્યો હતો કે, તમારામાંથી કોઈએ ભરતી માટે પૈસા તો નથી આપવા પડ્યા ને.. પરીક્ષા પહેલા કે પછી એપોઈન્ટમેન્ટ લેટર લેવામાં કોઈ લેવડ દેવડ કે કોઈની ભલામણ કરવાની જરુર તો નથી પડીને …

યોગીએ પૂછેલા સવાલોના જવાબમાં ઉમેદવારોએ કહ્યુ હતુ કે, આખી પ્રક્રિયા પારદર્શક રીતે કરાઈ હતી અને અમને કોઈ ખરાબ અનુભવ થયો નથી. જેના જવાબમાં યોગીએ કહ્યુ હતુ કે, પરીક્ષામાં તમે ટોપ પર રહ્યા છો અને તમારી યોગ્યતાના આધારે તમે નોકરી માટે પસંદ થયા છો. જ્યારે આપણે સારા લોકોને પસંદ કરીને સિસ્ટમમાં મોકલીએ છે ત્યારે વ્યવસ્થા પારદર્શી બની રહે છે.

યોગીએ અગાઉ નોકરીઓમાં થતા ગોટાળા અંગે કહ્યુ હતુ કે, જો કોઈ ભ્રષ્ટ સરકાર હોત તો તમે પહેલા જ બાજુ પર મુકાઈ જતા, કોઈને જો નસીબથી મોકો મળ્યો હોત તો નિમણૂંક માટે અધિકારીઓના ધક્કા ખાઈને ચંપલો ઘસાઈ ગયા હોત. તમે વિચારતા કે એના કરતા સારુ થાત કે ઘરે જ કામ કરી લેતા. યોગીએ ઉમેદવારોને કહ્યુ હતુ કે, મહેનત અને ઈમાનદારીથી નોકરી કરજો અને ઉમેદવારોએ પણ આ માટે ખાતરી આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.