1 ઓક્ટોબર એટલે કે મંગળવારથી ઘણા સેવાઓના નિયમ બદલાઇ જશે અને આ બદલાવ તમારા રોજિંદા જીવનથી જોડાયેલા છે. આ બદલાવથી એક તરફ તમને રાહત મળશે, પરંતુ બીજી તરફ જો તમે અમુક બાબતોનું ધ્યાન ના રાખ્યુ તો તમને નુકસાન પણ થઇ શકે છે. આ સેવાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની સેવા, GST કાઉન્સિલના નિર્ણયો, ક્રેડિટ કાર્ડની સુવિધા, હોટલના ભાડા વગેરેનો સમાવેશ થાય છે. જાણો આ ફેરફાર વિશે…
- હવે આખા દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ-RC ના બુકના રંગ રૂપ બદલાઇ જશે. 1 ઓક્ટોબરથી દેશથી આખા દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીઓ રજિસ્ટ્રેશનની RC બુકનો રંગ, લુક, ડિઝાઇન અને સેફ્ટી ફિચર્સ એક જ જેવો હશે, સ્માર્ટ DL અને RC માં માઇક્રોચિપ અને QR કોડ ડિવાઇસ આપવામાં આવશે. દરેક રાજ્યાં DL, RC નો રંગ એકસરખો હશે, પ્રિન્ટિંગ એક સરખું હશે. આ ઉપરાંત DL અને RC મા માહિતી પણ એકસરખી અને એક જ જગ્યાએ આપવામાં આવશે.
- RBI એ રેપો રેટમાં કરાયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે SBI એ 1 ઓક્ટોબરથી પોતાની લોન વ્યાજ દરને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે, તેનાથી ગ્રાહકોને 0.30% સસ્તા દરે હોમ અને ઓટો લોન મળી શકશે. SBI ઉપરાંત યુનિયન બેંક ઑફ ઈન્ડિયા, સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઈંડિયન બેંક, પ્રાઈવેટ સેક્ટરની ફેડરલ બેંકે પણ 1 ઓક્ટોબરથી લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી બધી જ બેંક MCLR આધારિત વ્યાજ દરથી લોન આપતા હતા.
- 1 ઓક્ટોબરથી મેટ્રો શહેરના ગ્રાહકો માટે મંથલી મિનિમમ બેલેન્સની રકમ 5000 રૂપિયાથી ઘટાડીને 3000 રૂપિયા કરી નાખવામાં આવશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં બેંકએકાઉન્ટ હોલ્ડર્સ જો મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતો ચાર્જ પર ઓછો કરી નાખવામાં આવશે. આવામાં ગ્રાહકોને એકાઉન્ટમાં 75 ટકા કરતા ઓછી રકમ હશે તો 15 રૂપિયા GST સાથે દંડ લાગશે, જે અત્યારે 80 રૂપિયા પ્લસ GST હતો. 50થી 75 ટકા રકમ હોવા પર 12 રૂપિયા અને GST લાગશે, જે અત્યારે 60 રૂપિયા અને GST છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.