વિટામિન ડી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે તો બધા જાણે જ છે. વિટામિન ડીની ઉણપથી શરીરમાં કેટલાય પ્રકારની અસર પડી શકે છે. આપણે મોટાભાગે એવી ભૂલ કરી દેતા હોઇએ છીએ જેનાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાવા લાગે છે, એટલા માટે વિટામિન ડીની ઉણપના કારણોને જાણવાની ઘણી જરૂર હોય છે જેથી તમે આજે અને અત્યારથી આ ભૂલ કરવાથી બચી શકો. જો તમને લાગે છે કે માત્ર તડકામાં ઊભા રહેવું અથવા વિટામિન ડી સપ્લીમેન્ટ લેવું જ પૂરતું છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. તમારે તમારી ભૂલો પણ સુધારવી પડશે જે તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપનું કારણ બની રહી છે. કેટલાક લોકો વિટામિન ડી માટે ફૂડ્સનું સેવન કરે છે ત્યારે કેટલાક લોકો વિટામિન ડી ડાયેટ લે છે પરંતુ જ્યાં સુધી તમે પોતાની તે ભૂલોમાં સુધારો લાવશો નહીં ત્યાં સુધી તમને ભરપૂર પ્રમાણમાં વિટામિન ડી મળી શકશે નહીં.
આ સાથે વિટામિન ડીની ઊણપના લક્ષણોને જાણ્યા બાદ તરત જ તમારી ખોટી આદતોને છોડવી જરૂરી છે. વિટામિન ડીના ફાયદા કેટલા છે તે તમે બધા જાણો છો કે તે શરીરને કેટલીય પરેશાનીઓથી બચાવવામાં મદદ કરે છે. વિટામિન ડીને પ્રયાપ્ત પ્રમાણમાં મેળવવા માટે કેટલીય વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂર પડે છે. અહીં જાણો તમારી કઇ આદતો તમને આ વિટામિનથી દૂર કરી શકે છે…
આ 6 કારણોથી શરીરમાં વિટામિન ડીની ઊણપ સર્જાય છે
1. વિટામિન ડીનું પ્રમાણ વધારનાર તત્ત્વોની અવગણના કરવી
જો તમે વિટામિન ડીનું પ્રમાણ વધારનાર ફૂડ્સ અથવા પોષક તત્ત્વોનું સેવન નથી કરતા તો તમારી આ ભૂલ વિટામિન ડીના ઊણપનું કારણ બની શકે છે. વિટામિન ડીના શોષણ માટે તમારે તમારા ડાયેટમાં વિટામિન કે, મેગ્નેશિયમ અને ઝિન્ક પણ સામેલ કરવું જોઇએ. આ શોષણ પ્રક્રિયાને વધારવામાં તમારી મદદ કરી શકે છે. તેના માટે તમારે વિટામિન ડીથી ભરપૂર ફૂડ્સની સાથે ફૉર્ટિફાઇડ અનાજ અને દૂધનું સેવન કરી શકો છો.
2. વિટામિન ડી માટે ડાયેટ અને પ્રમાણનું ધ્યાન ન રાખવું
તમે તમારા ડાયેટમાં જે વસ્તુઓને સામેલ કરો છો તો તેનું પ્રમાણ ઘણું મહત્ત્વ ધરાવે છે. જો તમે વિટામિન ડી માટે આહારમાં લેવાતા ફૂડ્સ અને તેના પ્રમાણ પર ધ્યાન નથી આપી રહ્યા તો આ તમારા શરીરમાં વિટામિનની ઊણપનું કારણ બની શકે છે. તમારે વિટામિન ડીના કેટલા પ્રમાણની જરૂર છે તેના માટે તમારે તમારા ડૉક્ટર સાથે સંપર્ક કરવાની જરૂર છે. વિટામિન ડીના ખોરાકને દિવસના મુખ્ય ભોજન સાથે લેવું જોઇએ.
3. ઘી અને તેલના પ્રમાણનું ધ્યાન ન રાખવું
કેટલાક લોકો માને છે કે ઘીનું સેવન કરવાથી ફેટ વધે છે, આ કારણથી ઘીનું સેવન બંધ કરે છે. જે તમારા શરીરમાં વિટામિન ડીને અસર કરી શકે છે. જો તમે ઘી અને તેલનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં વિટામિન ડીના પ્રમાણને સંતુલનમાં રાખી શકાય છે. જો તમે આ બંનેને નજરઅંદાજ કરો છો તો તમારા શરીરને ક્યારેય પણ વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી.
4. વધુ તણાવ લેવો
જો તમે વધારે તણાવ લઇ રહ્યા છો તો તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપ સર્જાઇ શકે છે. તણાવ વિટામિન ડીની ઊણપનું સૌથી મોટું કારણ બની શકે છે. તણાવ વિટામિન ડીની સાથે કેટલીય પરેશાનીઓને પણ વધારી શકે છે. તણાવ તમારા શરીરના સ્ટ્રેસ હૉર્મોન રિલીઝને અસર કરે છે જેનાથી શરીરમાં વિટામિન ડીનું શોષણ થઇ શકતુ નથી. તમે તણાવ દૂર કરવાનો ઉપાય કરીને પણ વિટામિન ડીની ઊણપને દૂર કરવામાં મદદ કરી શકો છો.
5. એવી જગ્યાએ રહેવું જ્યાં તડકો ઓછો હોય
જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં તડકાની રોશની ઓછી આવે છે તો તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપ થઇ શકે છે. કેટલાય લોકો એવી જગ્યાએ રહે છે જ્યાં તડકાની રોશની પહોંચી શકતી નથી. જો તમે શરીરમાં આ વિટામિનની ઊણપને દૂર કરવા માંગો છો તો તમને સૂર્યમાંથી મળતી રોશનીને પણ ગ્રહણ કરવી જરૂરી છે.
6. પ્રદૂષણ ધરાવતા વાતાવરણમાં રહેવાને કારણે
વધુ પ્રદૂષણ ધરાવતા વાતાવરણમાં રહેવાને કારણે પણ શરીરમાં વિટામિન ડીની ઊણપ આવી શકે છે. એવામાં તમારે પ્રયત્ન કરવો જોઇએ કે તમે હંમેશા શુદ્ધ વાતાવરણમાં જ રહો. પ્રદૂષણ વિટામિન ડીને અસર કરી શકે છે. એવામાં આજથી જ શક્ય હોય તો પ્રદૂષણથી દૂર રહો અને શુદ્ધ વાતાવરણમાં સમય પસાર કરવાનો પ્રયાસ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.