તમે દસ બેઠકો મેળવી શકો તો ય ભયો ભયો… પશ્ચિમ બંગાળના મુદ્દે પ્રશાંત કિશોરે ભાજપને ખુલ્લો પડકાર

ચૂંટણી વ્યૂહ માટે પંકાયેલા અને હાલ પશ્ચિમ બંગાળના ચૂંટણી સલાહકાર તરીકે  કામ કરી રહેલા પ્રશાંત ભૂષણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમા તમે (ભાજપ) દસથી વધુ બેઠકો મેળવી નહીં શકો.

પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપને પશ્ચિમ બંગાળમાં વધુ બેઠકો જીતવા માટે જબરો સંઘર્ષ કરવો પડશે. અહીં ચૂંટણી જીતવામાં ભાજપને ભેાંય ભારે પડશે.

પ્રશાંત કિશોર આટલેથી અટક્યા નહોતા. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે મારી આ ટ્વીટ તમે સેવ કરી રાખજો.  હું ખોટો પડું તો હું ટ્વીટર છોડી દઇશ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.