તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરવા અપનાવો આ ટ્રિક…

શુદ્ધ દૂધ 

આજના સમયમાં કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડરથી મિલાવટી દૂધ બનાવવાનું પ્રમાણ વધી ગયું છે. આવું દૂધ પીવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. આવું દૂધ પીવાથી પાચન ખરાબ થાય છે અને મગજ પર પણ અસર થાય છે. તેથી આજે તમને ત્રણ એવી ટ્રિક જણાવીએ જેની મદદથી તમે જાણી શકો છો કે ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં.

દૂધમાં ફીણાં

ડિટર્જન્ટ વાળા દૂધની ઓળખ કરવા માટે બે અલગ અલગ પ્રકારના દૂધ લેવા. હવે બંનેને અલગ અલગ ગ્લાસમાં ભરો. બંને દૂધને એક મિનિટ સુધી ચમચીથી બરાબર હલાવો. દૂધ હલાવો અને તેની ઉપર ફીણ બનવા લાગે તો સમજી લેવું કે તેમાં ડિટર્જન્ટ છે. જો દૂધ શુદ્ધ હશે તો ગ્લાસમાં ફીણાં બનશે નહીં.

દૂધને ઘાટું કરતું કેમિકલ

માલ્ટોડેક્સટ્રિન એવું કેમિકલ છે જે ખાવા પીવાની વસ્તુઓને ઘટ્ટ બનાવવા માટે વપરાય છે. દૂધને ઘાટું કરવા માટે આ કેમિકલ તેમાં ઉમેરવામાં આવે છે. આ કેમિકલની ઓળખ કરવા માટે 5 ml દૂધનું સેમ્પલ લેવું અને તેમાં 2 ml આયોડિન સોલ્યુશન મિક્સ કરો. જો દૂધમાં કેમિકલ હશે તો દૂધનો રંગ ડાર્ક બ્રાઉન અથવા તો લાલ થઈ જશે.

દૂધમાંથી ખાટી સ્મેલ

માર્કેટમાં એવા દૂધ પણ મળે છે જેમાં લેક્ટિક એસિડ વધારે માત્રામાં હોય. આવા દૂધને ઓળખવા માટે દૂધનું 5 ml નું સેમ્પલ ટેસ્ટીંગ ટ્યુબમાં ભરો. હવે આ ટ્યુબને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ સુધી રાખો. પાંચ મિનિટ પછી ટ્યુબને હલાવ્યા વિના બહાર કાઢો. જો દૂધમાંથી ખાટી સ્મેલ આવવા લાગી હોય અને તેની ઉપર દહીં જેવું પળ જામી ગયું હોય તો દૂધ મિલાવટી હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.