જો તમે કોઈ વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યો છો અને ઓછા રોકાણમાં કોઈ સારો બિઝનેસ શરૂ કરવાની તમારી ઇચ્છા છે તો આ સમાચાર તમારા માટે છે. આ વેપાર તમે માત્ર 2 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો. તો આવો જાણીએ આ બિઝનેસ વિશે…
મીડિયા રિપોર્ટ મુજબ પાપડ બનાવવાના બિઝનેસને 2 લાખ રૂપિયાથી શરૂ કરી શકાય છે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન(National Small Industries Corporation, NSIC) એ આ માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં તમને મુદ્રા યોજના(Mudra Scheme) હેઠળ 4 લાખ રૂપિયાની લોન સસ્તા રેટ પર મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે 6 લાખ રૂપિયાના કુલ રોકાણથી લગભગ 30 હજાર કિલોગ્રામની પ્રોડક્શન કેપેસિટી તૈયાર થઈ શકે છે.
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે અંદાજે 6.05 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. કુલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલનો ખર્ચ સામેલ છે. આપને જણાવી દઈએ કે ફિક્સ્ડ કેપિટલમાં બે મશીન, પેકેજિંગ મશીન ઇક્વિપમેન્ટ જેવા તમામ ખર્ચ સામેલ છે. જ્યારે વર્કિંગ કેપિટલમાં સ્ટાફની ત્રણ મહિનાનો પગાર, ત્રણ મહિનાનો કાચો માલ(રો-મટિરિયલ), યૂટિલિટી પ્રોડક્ટનો ખર્ચ સામેલ છે. ઉપરાંત આમાં ભાડું, વીજળી, પાણી, ટેલિફોનનું બિલ પણ સામેલ છે. પાપડ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે સ્વિફ્ટર, બે મિક્સર, પ્લેટફોર્મ બેલેન્સ, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓવન, માર્બલ ટેબલ ટોપ, ચકલા બેલન, એલ્યુમિનિયમના વાસણ અને રેક્સ જેવી મશીનરીની જરૂર પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.