રામ મંદિરનુ ભૂમિ પૂજન થઈ ગયુ છે પણ વિવાદાસ્પદ નિવેદનોની વણઝાર ચાલુ જ છે.
રામ મંદિર મુદ્દે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપવા માટે હવે શિયા વકફ બોર્ડના ચેરમેન સૈદય વસીમ રીઝવી મેદાનમાં આવ્યા છે.તેમણે કહ્યુ છે કે, ઓવૈસીને કોઈ પરેશાની હોય તો તે પાકિસ્તાન જતા રહે અને ભારતના મુસ્લિમોને શાંતિથી રહેવા દે.
વસિમ રીઝવીએ ઓવૈસીને કહ્યુ હતુ કે, મંદિર તોડનારા તમારા પૂર્વજો હતા અને ભારતીય સંવિધાને હિન્દુઓને તેમનો હક આપી દીધો છે.હવે હિન્દુ મુસ્લિમોનુ લોહી રેડવાની રાજનીતિ તમારે બંધ કરીને જેહાદના નામે મુસ્લિમોનેલ ડાવવાનુ છોડી દેવુ જોઈએ.
રીઝવીએ કહ્યુ હતુ કે, રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટે જે પણ રસ્તો કાઢ્યો છે તે યોગ્ય છે અને આપણે બધા ભારતીય સંવિધાનના નિયમોથી બંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, ઓવૈસીએ અગાુ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ ભૂમી પૂજનમાં જવુ જોઈએ નહી.તેઓ કોઈ એક ધર્મના પીએમ નથી.
દરમિયાન ફરી મસ્જિદ બનાવવાના ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નિવેદન પર રીઝવીએ કહ્યુ છે કે, દિલને સારુ લગાડવા માટે આ વિચાર સારો છે પણ બોર્ડે એવુ કેવી રીતે વિચારી લીધુ કે, આ પ્રકારના કામમાં ભારતના મુસ્લિમો તેમનોસાથ આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.