…તો આખરે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ પર ચાલ્યો ઔડાનો હથોડો, સાધ્વીઓના રહેવાના ડોમ ધ્વસ્ત

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ પર ઔડાનો હથોડો ચલાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપસલ કોર્પોરેશને નિત્યાનંદના આશ્રમનું બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું છે.

હાલ આશ્રમમાં સાધ્વીઓના રહેવાના ડોમ તોડી પડાયા હોવાની માહિતી મળી રહી છે. નિત્યાનંદના આશ્રમને તોડી પાડવા માટે ઔડા વિભાગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરીને કચ્ચરઘાણ વાળવાનું શરૂ કર્યું હતું

તમને જણાવીએ કે, નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ 20 હજારવાર જગ્યાનો કબજો લીધો હતો. આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ પણ તોડી પડવામાં આવ્યા છે. ડીપીસની અરજી બાદ નિયમ અનુસાર ઔડાએ 40 ટકા જમીન પાછી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.