દેશમાં સતત એક્સપ્રેસ વે અને હાઈવે તૈયાર થઈ રહ્યા છે અને ઘણા બધા હાઈવેનું કામ ચાલી રહ્યું છે. એક્સપ્રેસ કે પછી સામાન્ય રસ્તા પર ડ્રાઈવિંગ કરતા લોકોની સુરક્ષા માટે સરકારે એક ફ્રી ટુ યુઝ નેવિગેશન એપ ‘MOVE’ લોન્ચ કરી છે. આ એપ યુઝર્સને એક્સીડન્ટનાં જોખમથી અલર્ટ કરશે. એપમાં નેવિગેશન સાથે ઘણાં સેફ્ટી ફીચર્સ પણ છે.
એપને MoRTH (મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ)એ ડેવલપ કરી છે. એપ IIT મદ્રાસ અને ડિજિટલ ટેક કંપની MapmyIndiaના કોલાબરેશનમાં લોન્ચ થઈ છે.
નેવિગેશન એપ અપકમિંગ એક્સીડન્ટ પ્રોન ઝોન, સ્પીડ બ્રેકર, વળાંક અને ખાડા જેવાં અન્ય જોખમ વિશે વોઈસ અને વિઝ્યુઅલી અલર્ટ કરે છે. એક્સીડન્ટથી થતાં મૃત્યુ ઓછા કરવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રાલયે આ એપ લોન્ચ કરી છે.
MapmyIndiaની આ એપ 2020માં સરકારી આત્મનિર્ભર એપ ઈનોવેશન ચેલેન્જ જીતી હતી અને આ એપમાં એક્સીડન્ટ, અસુરક્ષિત રસ્તા , ટ્રાફિકનો રિપોર્ટ અને બ્રોડકાસ્ટ મળે છે. ડેટાનું એનાલિસિસ IIT મદ્રાસ અને MapmyIndia દ્વારા કરવામાં આવશે. એપના ડેટા પરથી સરકાર હાઈવે સહિતના રસ્તાઓનું રિનોવેશન કરશે.
માર્ગ અને પરિવહન મંત્રાલયે ગયા મહિને વર્લ્ડ બેંકનાં ફંડિંગથી IIT મદ્રાસના રિસર્ચર્સ દ્વારા બનેલા ડેટા સંચાલિત રોડ સેફ્ટી મોડેલનો સ્વીકાર કર્યો છે. રસ્તાઓ સુરક્ષિત બનાવવા માટે અને ઈમર્જન્સી રિસ્પોન્સ સુધારવા માટે 32થી વધારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ મોડેલનો ઉપયોગ કરશે.
IIT ટીમે 2030 સુધી માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ 50% ઓછા કરવા અને રોડ ટ્રાફિક એક્સીડન્ટથી 0 મૃત્યુના ટાર્ગેટ કરવા અલગ અલગ રાજ્ય સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યા છે. તેના માટે એક રોડમેપ પણ તૈયાર કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.