માંગરોળના મોટા બોરસરા ગામે ગણપતિ વિસર્જન કરવા ગયેલા ૩ યુવકો…

સુરત જિલ્લાના માંગરોલ તાલુકાનાં બોરસરા ગામે કીમ નદીના પુર ઉપર ગણેશ વિસર્જન માટે આવેલાં કીમની પંચવટી સોસાયટીના ૩ વ્યકિત પાણીમાં ડૂબી જતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી હતી.

આ ધટનામાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતાં રાહુલભાઈ ઠાકરે, રોહિત દિગમ્બર અને ૠષિકેશ ગણપતિ સ્થાપનાનાં પહેલો દિવસ પૂરો થતાં પ્રતિમા વિસજઁન કરવા નદી કિનારે પહોંચ્યા હતાં.

વિસજઁન વખતે ત્રણમાંથી એક વ્યક્તિનો પગ લપસતાં નદીમાં ડુબી ગયો હતો. જેને બચવા બાકીનાં વ્યક્તિ પણ નદીમાં પડ્યાં હતાં. જોતાં જોતામાં ત્રણેય વ્યક્તિ નદીમાં ડુબી ગયાં હતાં.એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.

https://www.youtube.com/watch?v=3MHQLO-PbvQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.