મોરબી ઝુલતા પુલનો કેસ લડવા નગરપાલિકાએ સર્ક્યુલર ઠરાવ કરી સદસ્યોની સહમતી માંગી

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન મામલે કેસ લડવા બે વકીલો રાખવા અને તેની ફીનો ખર્ચ ઉઠાવવા નગરપાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલર ઠરાવ કરી સદસ્યો પાસે સહમતી માંગવામાં આવી છે ત્યારે ૧૦ થી વધુ સદસ્યોએ સહમતી આપી હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

News Detail

મોરબી ઝુલતા પુલનો કેસ લડવા નગરપાલિકાએ સર્ક્યુલર ઠરાવ કરી સદસ્યોની સહમતી માંગી

ઠરાવમાં હા અથવા નાં માં જવાબ આપવાનું કહેવાયું

૧૦ થી વધુ સદસ્યો દ્વારા સહમતી આપવામાં આવી : સુત્રો

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન મામલે કેસ લડવા બે વકીલો રાખવા અને તેની ફીનો ખર્ચ ઉઠાવવા નગરપાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલર ઠરાવ કરી સદસ્યો પાસે સહમતી માંગવામાં આવી છે ત્યારે ૧૦ થી વધુ સદસ્યોએ સહમતી આપી હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

મોરબી નગરપાલિકા હસ્તકના એતિહાસિક ઝૂલતો પુલ મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે ઓરેવા કંપનીને કરાર કરી સોપવામાં આવ્યો હતો જે પુલ ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો જેથી હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દાખલ થતા નગરપાલિકાના સત્તાધીશોએ કોર્ટને જવાબ આપવાનો છે ત્યારે કેસમાં નગરપાલિકા દ્વારા બે અલગ અલગ વકીલ રોકવા અને તેની ફી ચુકવવા માટે ચૂંટાયેલા સદસ્યોનો અભિપ્રાય હા અથવા ના માં જવાબ આપીને નીચે સહી કરવા માટે સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ૧૦ થી વધુ સદસ્યોએ સહમતી આપી દીધી છે તો અન્ય સદસ્યો અવઢવની સ્થિતિમાં જોવા મળે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.