કોંગ્રેસની માંગ : કોરોના થી મોભીનું મોત થાય તો પરિવારને 4 લાખ સાથે પેન્શન આપવા કરી માંગ.

કોરોના મહામારી પર આજે કોંગ્રેસના નેતા દિપકભાઈ બાબરિયા અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ સરકાર સમક્ષ અનેક માંગ કરી છે.કોંગ્રેસ નેતા દીપકભાઈ બાબરિયા એ જણાવ્યુ હતુ કે, વાવાઝોડા પહેલા કોરોનાનું વાવાઝોડું ગુજરાતમા આવ્યું છે. સરકારના આંકડા મોતમાં ઘણા ઓછા છે. ગુજરાતમાં લાખો લોકોના મોત થયા છે પરંતુ સરકારે આંકડા છુપાવ્યા છે. કોરોના મહામારી પણ એક કુદરતી આફત છે અને તે સંજોગોમાં ભૂકંપ / પૂર જેવા પ્રસંગોએ અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવે છે તે રીતે રાજ્યના તમામ કોરોનાથી અસરગ્રસ્ત કુટુંબ જેમાં મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો સામાન્ય – ગરીબ પરિવારને નીચે મુજબની રાહત આપવી જોઈએ.

સરકારે તાત્કાલીક રૂ. ૪.૦ લાખની આર્થિક સહાય જાહેર કરવી જોઇએ . આ ઉપરાંત પરિવારને માસિક રૂ. ૧૦૦૦૦/- નું પેન્શન મળવું જઇએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સૂચવ્યા અનુસાર આવા કુટુંબના બાળકોને નવોદય વિદ્યાલયમાં અને જ્યાં નવોદય વિદ્યાલયની સગવડ ન હોય તેવા વિસ્તારોમાં ગરીબ બાળકોના રાઈટ ટુ એજ્યુકેશનની તરજ પર આ બાળકોના શિક્ષણનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે. આવા કોરોનાથી કુટુંબના મુખ્ય મોભીઓને ગુમાવી ચૂકેલા પરિવારોને બીપીએલ કાર્ડની તર્જ પર “કોરોનાગ્રસ્ત કુટુંબ કાર્ડ” ની ફાળવણી કરવામાં આવે અને બીપીએલમાં આપવામાં આવતા અનાજ સહિતના તમામ લાભો આ કાર્ડ ધારકોને આપવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.