જાણવા જેવું / ટ્વિટર ખરીદવા માટે મસ્ક પાસે આટલા બધા રૂપિયા ક્યાથી આવ્યા? કોના પાસેથી લીધી લોન અને કોને ભાગીદારી આપી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે ખરીદી લીધું હોય, પરંતુ તેને 44 બિલિયન ડોલર (લગભગ 3.60 લાખ કરોડ રૂપિયા) ની ડીલ પૂર્ણ કરવા માટે ઘણા સ્રોતોમાંથી રૂપિયા ભેગા કરવા પડ્યા.

News Detail

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) ને ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે ખરીદી લીધું હોય, પરંતુ તેને 44 બિલિયન ડોલર (લગભગ 3.60 લાખ કરોડ રૂપિયા) ની ડીલ પૂર્ણ કરવા માટે ઘણા સ્રોતોમાંથી રૂપિયા ભેગા કરવા પડ્યા. મસ્કે આ વિશાળ સોદા માટે બેંકો પાસેથી લોન પણ માંગી છે, જ્યારે વિશ્વના ઘણા મોટા રોકાણકારો તેમા ભાગીદાર થયા છે.

ઈલોન મસ્કે 27 ઓક્ટોબરે ટ્વિટરની ડીલને ફાઈનલ કરી છે અને શરૂઆતમાં તેઓ માત્ર 15 અબજ ડોલર (લગભગ 1.23 લાખ કરોડ રૂપિયા) નું રોકાણ કરવા ઈચ્છતા હતા. આ કામ માટે તેમની મદદ ટેસ્લા કરી હતી, જે મસ્કા 12.5 અબજ ડોલરના શેર પર લોન લેવાના હતા. જો કે બાદમાં તેમણે લોન લેવાની યોજના મુલતવી રાખી અને જણાવ્યું કે મોટાભાગની ચૂકવણી રોકડમાં કરવી જોઈએ. તેના પછી મસ્કે ટેસ્લામાં 15.5 બિલિયન ડોલરનો તેમનો હિસ્સો વેચ્યો, જેમાંથી અડધો એપ્રિલમાં અને અડધો ઓગસ્ટમાં વેચ્યો. આવી રીતે મસ્કે આ ડીલ માટે લગભગ 27 બિલિયન ડોલર એકત્ર કર્યા છે.

આ લોકોએ પણ રૂપિયા રોક્યા

ટ્વિટર ડીલના કરાર હેઠળ સોફ્ટવેર બિઝનેસ ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસને પણ 5.2 બિલિયન ડોલરનું રોકાણ કરવાની વાત કહી છે અને તેમણે 1 બિલિયન ડોલરનો એડવાન્સ ચેક પણ આપ્યો છે. કતાર સોવરિન વેલ્થ ફંડને નિયંત્રિત કરતી કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ પણ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સિવાય સાઉદી આરબના પ્રિન્સ અલવાલીદ બિન તલાલે પણ મસ્કને 3.5 કરોડ શેર ટ્રાન્સફર કર્યા છે, જેના બદલામાં તેમને ટ્વિટર શેર મળશે.

બાકી ફંડ બેંક પાસેથી લેશે

આ તમામ સ્ત્રોતોથી રૂપિયા એકત્ર કર્યા પછી ડીલ માટે બાકીના 13 બિલિયન ડોલર બેંકો પાસેથી લોનના રૂપમાં એકત્ર કરવામાં આવશે. તેમાં મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા, મિત્સુબિશી UFJ ફાઇનાન્સિયલ કોર્પ, મિઝુહો, બાર્કલેઝ, સોસાયટી જનરલ અને ફ્રાન્સની BPN પરિબાસનો સમાવેશ થાય છે. એકલા મોર્ગન સ્ટેન્લી 3.5 બિલિયન ડોલર લોન આપી રહી છે. આ તમામ બેંક લોનની ગેરન્ટી માત્ર મસ્ક પાસે જ નહીં હોય, પરંતુ ટ્વિટર તેની ગેરંટી આપશે. લોન ચૂકવવાની જવાબદારી પણ ટ્વિટરની રહેશે અને કોઈપણ વિવાદનું સમાધાન પણ તેના દ્વારા જ કરવામાં આવશે.

મસ્ક પાસે પહેલાથી 9.6 ટકા ભાગીદારી

એ જાણીને નવાઈ લાગશે કે ઈલોન મસ્ક પહેલાથી જ ટ્વિટરના 9.6 ટકા શેર ધરાવે છે. કંપનીએ વર્ષ 2022 ના પ્રથમ છ મહિનામાં કોઈ નફો કર્યો નથી, પરંતુ તે ખોટમાં છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા મસ્કની કુલ સંપત્તિ લગભગ 220 બિલિયન ડોલર છે. ટ્વિટર ખરીદવાની સાથે તેણે તેની જાહેરાતને લગતા નિયમો બદલવાની વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.