તમે જ્યારે પણ હોટેલમાં ગયા હોવ તો તમે જોયું જ હશે કે રૂમમાં હંમેશા સફેદ બેડશીટ (White Bedsheet) પાથરેલી હોય છે. જો તમે કોઈપણ સમયે આની નોંધ લીધી હોય, તો તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે આવું શા માટે કરવામાં આવે છે અને હોટલના રૂમમાં હંમેશા સફેદ ચાદર શા માટે પાથરવામાં આવે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે હોટલના રૂમમાં બેડ પર હંમેશા સફેદ ચાદર શા માટે પાથરવામાં આવે છે અને અન્ય કોઈ રંગની ચાદર શા માટે વાપરવામાં આવતી નથી?
સફેદ બેડશીટને સાફ કરવામાં રહે છે સરળતા
આપણા મગજમાં હંમેશા એ વાત આવે છે કે સફેદ બેડશીટ વધુ ગંદી થાય છે, પરંતુ શું તમે જાણો છો કે હોટલોમાં સફેદ ચાદર પાથરવાનું સૌથી મોટું કારણ એ છે કે તેને સાફ કરવું સરળ છે. ખરેખર હોટલના રૂમને બ્લીચ અને ક્લોરિનથી ધોવામાં આવે છે. આના કારણે, શીટ સરળતાથી સાફ થાય છે અને સૌથી ઊંડા ડાઘ પણ દૂર થાય છે. જો કોઈ કલરફુલ ચાદર હોય, તો તે બ્લીચમાં ધોઈ શકાતી નથી, કારણ કે બ્લીચમાં નાખવાથી કલરફુલ ચાદર ફેડ થઈ જશે. આ સિવાય બ્લીચ અને ક્લોરિનથી સફાઈ કરવાને કારણે સફેદ ચાદરમાંથી કોઈપણ પ્રકારની ગંધ આવતી નથી.
હોટલ રૂમ લાગે છે મોટું અને લગ્ઝરી
સફેદ રંગ હંમેશા લગ્ઝરી લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલો માનવામાં આવે છે, તેથી હોટલના રૂમમાં સફેદ ચાદર પાથરવામાં આવે છે. જેથી રૂમને લક્ઝરી લુક આપી શકાય. આ સિવાય સફેદ રંગથી રૂમ પણ મોટો લાગે છે, તેથી બેડ પર સફેદ ચાદર પાથરવામાં આવે છે. આ સિવાય ઓછી કિંમતે ચાદર ખરીદવા માટે સફેદ રંગ સારો વિકલ્પ છે.
સફેદ રંગ શાંતિનું પ્રતિક
સફેદ રંગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને સકારાત્મકતા લાવે છે. આવી સ્થિતિમાં સફેદ ચાદર પર સૂવાથી મન શાંત રહે છે અને શાંતિથી ઊંઘ આવે છે. મનને શાંત રાખવાની સાથે સફેદ રંગ હૃદયને ખુશ રાખવામાં પણ મદદગાર છે. તેથી જ મોટાભાગની હોટેલો તેમના રૂમમાં માત્ર સફેદ બેડશીટનો ઉપયોગ કરે છે.
90 ના દાયકામાં સફેદ શીટ પાથરવાની થઈ શરૂઆત
આપને જણાવી દઈએ કે હોટલના રૂમમાં પલંગ પર સફેદ ચાદર પાથરવાની પ્રથા પહેલા ન હતી અને તે 90ના દાયકા પછી શરૂ થઈ હતી. 1990 પહેલા હોટલ રૂમની બેડશીટ્સની ગંદકી છુપાવવા માટે રંગીન ચાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ 90ના દાયકામાં વેસ્ટર્ન હોટલ ડિઝાઇનરોએ રૂમને લગ્ઝરી લૂક આપવા માટે સફેદ ચાદર પાથરવાનું શરૂ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.