ટેસ્લાનું નામ ઇલેક્ટ્રિક કારની દુનિયામાં જાણીતું છે અને હવે એને ટક્કર આપવા માટે એક ગુજરાતી ઉદ્યોગપતિએ તૈયારી શરૂ કરી છે અને મૂળ ગુજરાતના બોરસદના વતની અમેરિકાસ્થિત હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન ગુજરાતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરશે. ગુજરાત સરકાર અને કંપની વચ્ચે આગામી 4 એપ્રિલે આ માટેના કરાર કરશે. મળ્યા મીડિયા રિપોર્ટ મુજબ આણંદ પાસેના બોરસદના હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે અમે અમારા પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ માટે ગુજરાતમાં આવીશું. અહીં 600 એકરથી વધુ જગ્યા પર 30 લાખ સ્ક્વેરફૂટનો અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવાની અમારી યોજના છે.
હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં અમે ગુજરાત આવ્યા હતા અને ત્યારે ત્યાંના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે અમે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.અને ગુજરાતમાં અમે ટ્રક અને કાર બંનેનું ઉત્પાદન કરવા અંગે વિચારી રહ્યા છીએ.
કંપનીએ જૂન 2021માં ઉત્પાદન પ્લાન્ટ બનાવવા માટે તેલંગાણા સરકાર સાથે કરાર કર્યા હતા. જોકે કોઈ કારણસર ત્યાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં સફળતા મળી નહોતી.અને કંપની તેલંગાણામાં અંદાજે રૂ. 2000 કરોડનું રોકાણ કરવા ધારતી હતી અને આ પ્રોજેક્ટના કારણે ત્યાં 25,000 નવી રોજગારી ઊભી થઈ શકી હોત.જોકે હવે આ પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યો છે ત્યારે આટલી જ રોજગારી ગુજરાતમાં પણ સંભવ બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.