મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયે એ કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો કે જે લોકો વિભાજનકારી લોકતંત્ર ઇચ્છતા નથી તો તમે ઉત્તર કોરિયા જતા રહો. રૉય એ ટ્વીટ કરી કે લોકતંત્ર અનિવાર્ય રીતે વિભાજનકારી છે. જો તમે તેને ઇચ્છતા નથી તો ઉત્તર કોરિયા જતા રહો. રાજ્યપાલ આ ટ્વીટ દ્વારા પરોક્ષ રીતે નવા નાગરિકતા કાયદાનું સમર્થન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિવાદના હાલના માહોલમાં બે વાતોને કયારેય ભૂલવી જોઇએ નહીં. 1. દેશને કયારેય ધર્મના નામ પર વિભાજીત કરાયો હતો. 2. લોકતંત્ર અનિવાર્યપણે વિભાજનકારી છે. જો તમે તેને ઇચ્છતા નથી તો ઉત્તર કોરિયા જતો રહો.
ઉત્તર કોરિયામાં તાનાશાહ કિમ જોંગ-ઉનનું શાસન છે. તેમની આ ટ્વીટ પ્રદર્શનકારીઓના રાજભવન પહોંચવાના થોડાંક કલાક પહેલાં આવી. પ્રદર્શનકારીઓએ જ્યારે સુરક્ષાનું ઉલ્લંઘન કરવાની કોશિષ કરી તો તેમના પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં કેટલાંય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઝપાઝપીમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
પ્રદર્શનકારી રાજ્યપાલ પાસે માંગણી કરી રહ્યા હતા કે તેઓ બહારના લોકોને રાજ્યમાં પ્રવેશ પર જરૂરી રજીસ્ટ્રેશન માટે પ્રસ્તાવિત અધ્યાદેશને પોતાની સહમતિ આપે અને સાથો સાથ કેન્દ્ર રાજ્યમાં ઇનર લાઇન પરમિટને લાગૂ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.