સોખડા સ્વામીનારાયણ મંદિર માં ગાદી પર માનીતા સંતોને બેસાડવા મુદ્દે હોબાળો..

કેટલાક સત્સંગીઓ દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામી તો કેટલાક લોકો દ્વારા પ્રબોધ જીવન સ્વામી ને ગાદી સોંપવા હોબાળો મચાવ્યો હતો. જોકે બંને સ્વામી દ્વારા કોઈને પણ ગાદી સોંપવામાં આવે તેમાં તેમને વાંધો ન હોવાનું જણાવતા મામલો શાંત પડ્યો હતો. શનિવારે રાત્રે હરિધામ ના સૂત્રધારની વરણી માટે નહીં પરંતુ બ્રહ્મ સ્વામીજીના દિવ્ય સ્વામિનારાયણ પરંપરાના પ્રાસાદિક સ્થળો ગઢડા, ગોંડલ, ચાણોદ, જુનાગઢ, હરિદ્વાર, ઋષિકેશ ખાતે વિસર્જન કરવાનાં આયોજન માટે સભા યોજાઈ હતી.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

રવિવારે પ્રેમ સ્વરૂપ સ્વામી જી અને પ્રબોધજીવન સ્વામી જી એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, બ્રહ્મલીન સ્વામીજી ના વારસદાર નક્કી કરવા બેઠક મળી ન હતી. કેટલાક આગેવાનો હરિભક્તોએ હરિધામ પરંપરા ગાદીપતિ બાબતે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરી હતી.

મોડેથી બંને સ્વામીએ કહ્યું કે અસ્થિ વિસર્જન માટે આજે સાંજે બેઠક રાખવામાં આવી હતી. પરંતુ ભારે વરસાદને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.